મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા નથુવડલા, આણંદપર અને તરસાઇ ગામે ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી
News Jamnagar June 25, 2020
સર્વજીવ પ્રત્યે રાજય સરકારની સંવેદના પશુઓને મળશે ઉત્તમ સારવાર તેમના નિવાસસ્થાને જ
રાજ્ય સરકાર માનવ જેટલીજ પશુઓ પ્રત્યે પણ સંવેદનાસભર
-અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
નથુવડલા, આણંદપર અને તરસાઇ ગામે ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી
જામનગર તા.૨૫ જૂન, ગુજરાત સરકાર સર્વે જીવ પ્રત્યે સંવેદના ધરાવે છે. અગાઉ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાતમાં પશુ આરોગ્ય માટે કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ કરુણાના ઝરણાથી શરૂ થયેલ યાત્રા આજે એક સરિતાનું રૂપ લઇ ચૂકી છે, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયથી મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુવડલા, કાલાવડ તાલુકાના આણંદપર અને જામજોધપુર તાલુકાના તરસાઇ ગામ ખાતે કુલ ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ જામનગરના જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માણસને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની સારવાર માટે રાજય સરકારે ૧૯૬૨ મોબાઇલ વાન શરૂ કરી છે. જેનાથી આપણા પશુપાલકોને ઘરે બેઠા જ બીમાર પશુઓના રોગોના નિદાન-સારવાર અને ઓપરેશન કરવાની સુવિધા આપવામાં આવશે. મનુષ્ય યોનિમાં જન્મ માત્ર મનુષ્યો માટે નહી પણ સર્વે જીવોના કલ્યાણ માટે મળતો હોય છે ત્યારે સંવેદના અને કરુણાસભર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લેવાયેલ આ નિર્ણયથી રાજ્યના અનેક પશુઓની તકલીફો દૂર થશે. આ સગવડથી અનેક પશુઓનું જીવન બચી શકશે અને પશુપાલકોને ઘરે મળતી આ સુવિધાથી પશુપાલન પ્રવૃતિને વધુ ગુણવત્તાસભર અને વેગવાન બનાવી શકાશે. પ્રથમ તબકકામા મળેલ આ ત્રણ વાન બાદ હજુ પણ બીજા ૯ મોબાઇલ પશુ દવાખાના જામનગર જિલ્લાને પ્રાપ્ત થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતીના અધ્યક્ષશ્રી સુમિત્રાબેન સાવલીયાએ આ મોબાઇલ પશુ દવાખાનાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી તેમજ મોબાઇલ પશુ દવાખાનાની ગાડીની ચાવી ડ્રાયવરને આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
ધ્રોલ તાલુકાના નથુવડલા અને આજુબાજુના મજોઠ, સોયલ, રોજીયા, નાનાવાગુદડ, મોટા વાગુદડ, હમાપર,માણેકપર, હાટાટોડા, હજામચોરા એમ કુલ ૧૦ ગામોના, કાલાવડ તાલુકાના આણંદપર તથા આજુબાજુના ખડધોરાજી, ચારણ પીપળીયા, રાજડા, રાજસ્થલી, ખીમાણી સણોસરા, ચાપરા, કોઠાભડુકીયા, મોટા ભડુકીયા, લબુકીયા ભડુકીયા એમ કુલ ૧૦ ગામ તથા જામજોધપુર તાલુકાના તરસાઇ તથા આજુબાજુના જામસખપર, વાંસજાળીયા, સતાપર, ઉદેપર, વરવાળા, મહીકી, પાટણ, પરડવા, અમરાપર એમ કુલ ૧૦ ગામના પશુધનને આ મોબાઇલ પશુ દવાખાનો લાભ મળશે.
આ કાર્યક્રમમાં શહેર ભાજ્પ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. ભગીરથ પટેલ, જી.વી.કે.ના શ્રી ઘટેસીયા સહિતના અધિકારી-કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024