મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સૈનિક સ્કૂલ બાલાચડીના ૫૯માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
News Jamnagar July 09, 2020
જામનગર તા.૦૯ જુલાઇ, સૈનિક સ્કૂલ બાલાચડીના ૫૯માં સ્થાપના દિવસની તા.૦૮ જુલાઈ ૨૦૨૦ના રોજ ઓનલાઈન ઉજવણી કરવામાં આવી. આ સ્કૂલની સ્થાપના ૦૮ જુલાઈ ૧૯૬૧માં જામનગર ખાતે કરવામાં આવી હતી અને ૦૭ માર્ચ ૧૯૬૫થી હાલના સ્થાન(બાલાચડી)માં કાર્યરત છે.
સ્કૂલ સ્થાપના દિવસ નિમિતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટેના પદગ્રહણ સમારોહ ઓનલાઈન મોડ દ્વારા યોજાયો હતો. આ
તકે મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીના કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી, એ.વી.એસ.એમ., એસ.એમ., વી.એસ.એમ.,એ આ કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી,ખડકવાસલા,પૂણેથી ભાગ લીધો હતો.
સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે મુખ્ય અતિથિનું શાબ્દીક સ્વાગત કર્યું
હતું અને ત્યારબાદ પસંદગી પામેલા સ્કૂલ કેપ્ટન સહિત શૈક્ષણિક, રમત-ગમત, સાંસ્કૃતિક, ક્વાર્ટર માસ્ટર અને
સદન કેપ્ટનોએ પદગ્રહણ કર્યું હતું. આ કેપ્ટનોની પસંદગી નિયમિતતા, શિસ્ત, નૈતિક મૂલ્યો, હકારાત્મક વલણ,
રમત-ગમત પ્રવૃત્તિ, નેતૃત્વના ગુણ વગેરેના આધારે કરવામાં આવી હતી જેથી તેઓ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ
માટે રોલ મોડલ બની શકે છે અને સ્કૂલની શૈક્ષણિક શારીરિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની કામગીરી સરળબને.
મુખ્ય મહેમાનશ્રીએ પોતાના વક્તવ્યમાં નવા નિમણૂક પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થાઓને
નેતૃત્વના ગુણ વિકસાવવા અને આ સ્પર્ધાત્મક વિશ્વમાં લોકોની અપેક્ષા સંતોષી સફળતા હાંસલ કરવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓનેસલાહ આપતા જણાવ્યું હતું કે તમે જ્યાં પણ હોઉ ત્યાં સ્કૂલના આદર્શ વાક્ય ‘યોગઃ કર્મશું કૌશલમ્’ ને યાદ રાખો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે ભવિષ્યથી ક્યારેય પરેશાન થવાની જરૂર નથી, વર્તમાન પર પુરી એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રીત કરો તો જરૂર લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો.
તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાનના સ્મરણો વગોડ્યા હતા અને દેશના ભાવી લીડરો તૈયાર કરતા સ્કૂલના
તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે તેમણે ૧૪૪માં એનડીએ કોર્ષ માટે પસંદગી પામેલા સ્કૂલના કેડેટ્સ સાથે વાતચિત કરી હતી તથા કેડેટ્સ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
આ અવસરે રચનાત્મક વિષય પર આધારિત સ્કૂલ સામયિક ‘સંદેશક’ ૨૦૧૯-૨૦ના મુખપૃષ્ઠનું પણ વિમોચન કરવામાં આવ્યું
હતું અને ત્યારબાદ સ્કૂલ ડોક્યૂમેન્ટ્રી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી એક સપ્તાહ સુધીની હતી તેમાં સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી એવા એડમિરલ ધિરેન વિગ,વી.એસ.એમ., બ્રિગેડીયર આર.એસ.રાઠોડ અને કર્નલ પી.પી.વ્યાસે ઓનલાઈન મોડ દ્વારા પ્રેરક પ્રવચનો આપ્યા હતા.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025