મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં કોરોના ના વિસ્ફોટની સાથે જ મ્યુનિ.કમિશનર મેદાનમાં ઉતર્યા દબાણ હટાવ શાખાને સાથે રાખીને હવાઈ ચોક બર્ધન ચોક સહિતના વિસ્તારોમાંથી રેકડી કેબીનો ના દબાણ હટાવાયા
News Jamnagar July 11, 2020
જામનગર શહેરમાં કોરોના ના વિસ્ફોટની સાથે જ મ્યુનિ.કમિશનર મેદાનમાં ઉતર્યા
દબાણ હટાવ શાખાને સાથે રાખીને હવાઈ ચોક બર્ધન ચોક સહિતના વિસ્તારોમાંથી રેકડી કેબીનો ના દબાણ હટાવાયા
જામનગર તા 11.7.20 જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું જાય છે અને કોરોના નો ફૂફાળો કાબૂમાં આવતો નથી લોકો સોશિયલ ડિસ્ટનસ જાળવતા નથી એને વીના કારણે ભીડ એકઠી કરતા હોવાથી કોરોનાનો લોકલ સંક્રમણ વધી ગયું છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારના સંખ્યાબંધ કેસો સામે આવતા ખુદ મ્યુનિ.કમિશનર સતીષ પટેલ આજે મેદાનમાં ઉતર્યા છે, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે.
જામનગર શહેરના હવાઈ ચોક અને ખંભાળિયા ગેટ આસપાસના વિસ્તારોમાં અનેક રેકડીઓ ખડકાયેલી હોવાથી અને ત્યાં તેના કારણે ભીડ એકઠી થતી હોવાથી આજે મ્યુનિ.કમિશનર ની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ ૧૦થી વધુ રેકડી કેબીનો તથા અન્ય સામગ્રી કબજે કરી લીધી હતી.
આ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં પણ મ્યુનિ.કમિશનર ની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ સપાટો બોલાવ્યો હતો અને ૧૦થી વધુ રેકડી પથારાઓ હટાવ્યા છે.
આ ઉપરાંત જામનગરના સાત રસ્તા સર્કલ થી એસટી ડિવિઝન સુધીમાં અનેક રેકડીઓ ખડકાઈ જાય છે. સાથોસાથ ચશ્મા નો વેપાર કરનારા કેટલાક વિક્રેતાઓએ માર્ગ ઉપર ચશ્મા રાખવા માટે ના પાટીયા ખડકી દીધા છે. એવા એકાદ ડઝન જેટલા પાટીયા પણ કબજે કરી લેવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશનર ની હાજરીમાં જ સમગ્ર શહેરી વિસ્તારમાં જ્યાં ભીડ એકઠી થતી હોય અથવા તો ગેરકાયદે રેકડી કેબિનો ખડકાઇ ગઇ હોય તેવા તમામ સ્થળો પરથી દબાણો હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જામ્યુકોના તંત્રની આ કાર્યવાહીથી અનેક ધંધાર્થીઓ માં ભારે નાસભાગ મચી ગઇ હતી. તમામ જપ્ત કરેલો રેકડી સહિતનો માલસામાન મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.
તસવીર. પીનાકીનબેન ભટ્ટ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024