મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પૂર્વ વિરોધ પક્ષ ના નેતા એ પત્ર લખ્યો મ્યુ.કમિશનર ને જામનગરમાં ભારે વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારમાં અતિવૃષ્ટી જેવી પરિસ્થીતી સર્જાઇ છે
News Jamnagar July 11, 2020
નગરસીમનો વિસ્તાર નરક નગરમાં તબદીલ થઈ ગયેલ છે તે બાબતે .
જામનગરમાં ભારે વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારમાં અતિવૃષ્ટી જેવી પરિસ્થીતી સર્જાઇ છે .જેમાં કાલાવડ નાકા બહાર નગરસીમ વિસ્તારના નીચાણવાળા ભાગનો પણ સમાવેશ થાય છે . જેમાં બાલનાથ સોસાયટી , મોરકંડા રોડ , સનસીટી , બાબુ અમૃતનો વાડો અને તેને લગત તમામ સોસાયટીઓમાં ગળા ડુબ પાણી ભરાયા હતા .
આ અતિવૃષ્ટીમાં લોકોના ઘર સુધી પહોંચવા ફાયર શાખાની બોટ વડે રાહત સામગ્રી પહોંચાડી હતી . લોકો સંપર્ક વિહોણા થઈ ગયા હતા . આ પર થી સાબિત થાય છે કે આપણી પ્રિ – મોન્સુન કામગીરી સંપૂર્ણ પણે નિષ્ફળ ગઇ છે
કાલાવડ નાકા બહારથી મહાપ્રભુજીની બેઠક તેમજ કલ્યાણ ચોકથી સનસીટી -૨ સુધીનું મેઈન રોડ સંપૂર્ણ પણે ધોવાઈ ગયેલ છે અને રોડ ઉપર મોટા – મોટા ખાડાઓ પડી ગયેલ છે . તથા નગરસીમની સમગ્ર સોસાયટીઓમાં છેલ્લા ૪ દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ની કામગીરી થઈ નથી જેથી કરી સમગ્ર નગરસીમ વિસ્તારમાં કચરાના ઢગલા થઈ ગયેલ હોય અને લોકોની જીંદગી નરક સમાન થઈ ગયેલ છે . ચાર દિવસથી ઓમ સ્વચ્છતા નામની કંપની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી . કરોડો રૂપિયાનું ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનું કોન્ટ્રાકટ આપેલ છે તે માત્ર કાગળ ઉપર જ કામ થાય છે . આ કોરોનાની મહામારીના સમયમાં જો આપણે સ્વચ્છતા બાબતે ગંભીર નહીં થઈએ તો આવનારા દિવસોમાં આપણે તેનું અત્યંત દર્દનાક પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે . સમગ્ર નગરસીમ વિસ્તારમાં અંધાર પટ જેવું માહોલ છે .મેઈન રોડ ઉપર તેમજ શેરીઓમાં તમામ એલ.ઈ.ડી. લાઈટો બંધ છે . માટે અમારી આપ શ્રીને નમ્ર વિનંતી કે નીચે મુજબની કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે . સમગ્ર નગરસીમ વિસ્તારમાં તાત્કાલિક એલ.ઈ.ડી. લાઇટો શરૂ કરવામાં આવે . મુખ્ય રોડ ઉપર લાઇટો નાખવામાં આવે . નગરસીમ વિસ્તારમાં તાત્કાલિક ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાલુ કરી સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવે અને ડીડીટી નો છંટકાવ કરવામાં આવે. પૂર્વ વિરોધ પક્ષ ના નેતા અસલમ ભાઈ એ મ્યુ.કમિશનરને લખી રજુઆત કરી છે
કાલાવડ નાકા બહારથી મહાપ્રભુજીની બેઠક સુધીનું રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અને મોઢ – મોટા ગાબડાઓ અને ખાડાઓ થઇ ગયા છે તેને તાત્કાલિક બનાવવામાં આવે અથવા ખાડા બરવામાં આવે . નગરસીમ વિસ્તારની બુરહાની સોસાયટી , બાબું અમૃતનો વાડો , સતવારા વાડી વિસ્તાર , નેશનલ પાર્ક સોસાયટી , રાજ સોસાયટી , ગોલ્ડન સોસાયટી , અમન એમને સોસાયટી , સનસીટી સોસાયટી , સનસીટી – ર સુધી તેમજ સોસાયટીઓને લગત મેઇન રોડ ઉપર ગારા – કીચડ ના જે થર જામી ગયા છે તેને તાત્કાલિક દુર કરી ડીડીટી પાઉડરનો છંટકાવ કરવામાં આવે . ઉપરોકત બાબતે જો તાત્કાલિક કામ શરૂ કરવામાં નહિં આવે તો ગંદકીના હિસાબે કોરોના જેવી મહામારીમાં વધારો થઇ શકે તેવું જોખમ સર્જાશે અને લોકોની જીંદગીનું જોખમ ઉભુ થશે . નગરસીમના વિસ્તારના લોકો આ ગંદકીથી કાદવ કીચડથી રોડ ના ખાડાઓથી લાઈટો બંધથી અને ગટરના છલકાતા રોડ ઉપર પાણીથી ત્રાહીમામ પોકારી ગઈ છે . નગરસીમ વાસ્તવિક્તામાં એક નરક નગરમાં તબદીલ થઈ ગયેલ છે . માટે ઉપરોકત બાબતોનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહિં આવે તો ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે
તસ્વીર. સબીર દલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024