મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જિલ્લા જેલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
News Jamnagar July 13, 2020
જામનગર તા.13 જુલાઈ, જામનગર જિલ્લા જેલ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ૧૦૦ સો જેટલા આયુર્વેદ ઔષધીના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા જેલ ખાતે વૃક્ષોના ઉછેરની જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે તેમ કહી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાલક્ષી કાર્યક્રમો યોજાય છે. જેમાં આજે જિલ્લા જેલ ખાતે ૧૦૦ જેટલા આયુર્વેદ ઔષધીના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદ ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો જેવા કે ગળો, બોરસલી,કરંજ વગેરે વૃક્ષો દ્વારા નિર્મિત થયેલ આ ભાગને સંજીવની ગાર્ડન નામ આપવામાં આવ્યું છે.
વૃક્ષોએ પૃથ્વીનો અતિઆવશ્યક અંશ છે, વૃક્ષો થકી વાતાવરણ શુધ્ધ રહે છે અને વૃક્ષો જ માનવીને આવશ્યક પ્રાણવાયુના દાતા છે ત્યારે વૃક્ષોનું રોપણ અને તેનો સારો ઉછેર મનુષ્યને પ્રકૃતિની સમીપ લઇ જાય છે.
આ કાર્યક્રમમાં વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી, જિલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષક પી. એચ. જાડેજા, જેલર જે.આર.સિસોદિયા,સુબેદારઓ નિરૂભા ઝાલા, ભીખાભાઈ સોચા અને હવાલદાર શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તથા વૃક્ષારોપણના સેવાકાર્યમાં જેલના કેદીઓ પણ સહભાગી બન્યા હતા.
તસ્વીર.સબીર દલ
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023