મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ક્રિષ્ના પાર્કમાં બીલ્ડર ઉપર થયેલ ફાયરીંગમાં ત્રણ શાર્પ શટર ના 8 દિવસ ની રીમાન્ડ મેળવતી જામનગર એલ.સી.બી.
News Jamnagar July 14, 2020
ગઇ તા .૦૩/૦૭/૨૦૨૦ ના જામનગર લાલપુર ચોકડી પાસે આવેલ સર્વે નબર -૯૬૧ વાળી જગ્યામાં કિનાપાર્કમાં આવેલ પ્લોટો આ કામના ફરીયાદીએ જમીન મહેશભાઈવારોતરીયા પાસેથી ખરીદ કરી તેમાં બાંધકામ શરૂ કરેલ હોય જે બાબતનુ મનદુખ રાખી આરોપી જયેશ પટેલેએ અગાઉથી પ્લાન બનાવી તેનો મળીતીયા કે ભાડુતી માણસો આશરે પચીસથી ત્રીસ વર્ષની ઉંમરના બે મો.સા.ઉપર મોઢે બોકાનો બાંધેલ ફરી ની સાઈડ ઉપર મોકલી ફરી ને મારી નાખવા માટે તેના ઉપર રીવોલ્વર જેવા હથીયારથી બે રાઉન્ડ ફાયર કરી અને સાર્થના બે ઈસમોએ હથોડી તથા પાઈપ થેલામાંથી કાઢી ફરી ને મારવા આવતા ફરી.એ પોતાના સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી રીવોલ્વરથી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા અજાણ્યા ત્રણેય ઈસમો બે મો.સા ઉપર નાસી જઈ ફરીયાદી એ ફરીયાદ જાહેર કરેલ હતી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલ નાઓની સુચના મુજબ તથા એલ.સી.બી. ના પો . ઇન્સ . શ્રી એમ.જે. જલુ ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લા માં પેટ્રોલીંગમાં હતા ,આ કામે પો .ઇન્સ.એમ.જે.જલુ ના સીધા માર્ગદર્શન નીચે પો.સ.ઇ. શ્રી કે કે ગોહીલ તથા પો.સ ઇ.શ્રી આર બી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.પરમાર નાઓની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ,શકમંદ ઇસમો અને ટેકનીકલ સર્વેલન્સ ના આધારે તપાસતા આ કામના આરોપીઓ તા ૧/૭/૨૦ થી તા .૩/૭/૨૦ દરમ્યાન વૈભવ હોટલ માં રોકાયેલ હોવાનું શોધી આરોપીઓની ઓળખ કરી આ ગુન્હાને બે મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો એ અંજામ આપેલ જે ઇસમો ( ૧ )હીતેશ ભગતસિંહ ઝાલા રહેવાસાવડ ગામ તા.સુત્રાપાડા જી . ગીર સોમનાથ ( ૨ ) સંજય અરશીભાઇ બારડ રહે ધામણેજ તા.સુત્રાપાડા જી . ગીર સોમનાથ ( ૩ ) વાળા પ્રવિણ ગીગાભાઇ રહે પીપળીયા ( એજન્સી ) તા . ધોરાજી જી.રાજકોટ ના હોવાનું માલુમ પડતા તેને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જીલ્લાઓમાં એક સાથે આરોપીઓના રહેઠાણ અને આશ્રય સ્થાનો ઉપર તપાસ કરવામાં આવેલ તે દરમ્યાન આરોપીઓ ને ATS અમદાવાદ એ ઝડપી પાડેલ જે આરોપીઓને તા.૧૨/૭/૨૦ ના અટક કરી તા .૨૦/૨૦ સુધીની દિન ૭ ની રીમાન્ડ મેળવવામાં આવેલ છે તેમજ આ ગુન્હાની તપાસ દરમ્યાન આ ગુન્હામાં
અન્યઆરોપીઓ જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા હુશેન દાઉદ ચાવડા તથા રજાક ઉર્ફે સોપારી ની સંડોવણી હોવાનુ જણાય આવેલ છે.જે બાબતેની તપાસ ચાલુ છે .અને આ ગુન્હાને અંજામ આપવા માટે મુખ્ય આરોપી જયેશ પટેલ એ દોઢ કરોડની સોપારી આપેલ હોવાનું ખુલવા પામેલ છે
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એમ .જે.જલુ ની સુચના પો.સ.ઇ.કે.કે.ગોહીલ તથા શ્રી આર.બી.ગોજીયા તથા પંચબી પો.સ્ટે.ના પો.સ.ઇ.જે.ડી.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઈ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , અશ્વિનભાઇ ગંધા , ફીરોજભાઇ દલ , ખીમભાઇ ભોચીયા , હીરેનભાઇ વરાણવા , લાભુભાઇ ગઢવી , ભગીરથસિંહ સરવૈયા , અશોકભાઇ સોલંકી , વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , નિર્મળસિંહ બી . જાડેજા , પ્રતાપભાઇ ખાચર , નિર્મળસિંહ જાડેજા સંજયસિંહ વાળા , અજયસિંહ ઝાલા , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લખમણભાઇ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ . બી . જાડેજા તથા અરવીંદગીરી તથા પંચ બી ડીવી . પો.સ્ટે ના સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.
તસ્વીર .સબીર દલ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024