મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરની પ્રકૃતિપ્રેમી સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા જામનગરમાં આવેલ શ્રી એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
News Jamnagar July 14, 2020
જામનગર તા.૧૪ જુલાઇ, જામનગર શહેરની મધ્યમાં વડીલોની સેકન્ડ ઇનિંગ માટે ખુબજ સુંદર અને સુવિધા પૂર્ણ શ્રી એમ.પી.શાહ
મ્યુનિસિપલ નામનું વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું છે. જેનું લોકાર્પણ તાજેતરમાં જાન્યુઆરીમાં કરવામાં આવેલ હતું. આ વૃધ્ધાશ્રમમાં
નવાનગર નેચર કલબ સંસ્થા દ્વારા વૃધ્ધ વ્યક્તિઓના નિરોગી સુખાકારી આયુષ્ય માટે ઉપયોગી ઔષધીય રોપાઓ જેમકે ગરમાળો,કરંજ, સરગવો, અરડૂસી, નગોડ,તુલસી, લીંબુ, પારિજાત, જાસુદ તથા ફળાવ ઝાડ તથા સુશોભન માટે વિવિધ પ્રકારના ફૂલછોડ વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ તમામ વૃક્ષોની જાણવણીની જવાબદારી પણ સંસ્થાએ સ્વીકારી હતી.
આ પ્રસંગે શ્રી એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના માર્ગદર્શક શ્રી અશોકભાઈ શાહ તથા ટ્રસ્ટીશ્રી ડો.રૂપેન ડોઢિયા,શરદ શેઠ,કેતન બદીયાણી તથા નવાનગર નેચર કાલબના પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજા,જીલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખશ્રી દેવેન્દ્રસિંહ પરમાર તથા શ્રી મિતેષ બુદ્ધભટ્ટી, ધર્મેશ અજા,ઉમેશ થાનકી,પ્રવિણસિંહ જાડેજા,યુવરાજસિંહ સોઢા, સુભાષ ગંઢા, ભરત ગંઢા,પાર્થ ગંઢા,ચંદ્રેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
તદઉપરાંત વૃધ્ધાશ્રમને મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ દ્વારા પ્રમુખ શ્રીદેવેન્દ્રસિંહ પરમારના હસ્તે રૂ.૩૦,૦૦૦(ત્રીસ હજાર)નું ડોનેસન અને વડીલોને મીઠાઈ પણ આપવામાં આવી હતી.
તસ્વીર. સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024