મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર અને દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટીથી થયેલા નુકસાન પેટે ખાસ રાહત પેકેજ માટે સરકારમાં રજુઆત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ જી સમક્ષ તારાજીનો સંપુર્ણ અહેવાલ ખેડૂતો સહિત અસરગ્રસ્ત દરેક નાગરીકોના હિત માટે રજુ કરતા સાંસદ પૂનમબેન માડમ
News Jamnagar July 15, 2020
જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણાખરા વિસ્તારમાં તાજેતરના ભારે વરસાદથી થયેલા નુકસાન પેટે ખાસ રાહત પેકેજની સંસદસભ્ય પૂનમબેન માડમએ માંગણી કરી છે અતિવૃષ્ટીગ્રસ્ત ખેડૂતો- વેપારીઓ-રહેવાસીઓ-માલધારીઓ સહિત નુકસાન નો ભોગ બનેલા સૌ નાગરીકોના હિત માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજી ,નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલજી સમક્ષ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ખાસ જહેમત ઉઠાવી તૈયાર કરેલો સમગ્ર તારાજીનો વિસ્તૃત અહેવાલ રજુ કર્યો હતો
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં,અતિભારે વરસાદના પગલે થયેલી નુકસાની અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી નિતિનભાઇ પટેલજી ને હકીકતલક્ષી અહેવાલ રજુ કરી, બંને જિલ્લાઓમાં સર્વેકરાવી,નુકસાન પેટે અસરગ્રસ્તો માટે ખાસ રાહત પેકેજની માંગણી આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમએ કરી હતી
ઉલ્લેખનીય છે કે આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો,ડેમો ઓવરફ્લો થયા અને તે પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા અને જમીનોના ધોવાણ થવાથી ખેડુતોને સામાન્યથી વિશેષ નુકસાન થયુ હોઇ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ વિશેષ પેકેજ ની ભારપુર્વક રજુઆત કરી છે તેમજ આ માટે સર્વે પણ જલદીથી થાય માટે ઝડપથી રાહતની કાર્યવાહી થાય તેમ પણ આ રજુઆતમાં સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ જણાવી ઉમેર્યુ હતુ કે જુદા જુદા તાલુકાઓ તેમજ જુદા જુદા ગામો જ્યા રહેણાંકોમાં વરસાદી પાણી ઘુસવાથી ઘરવખરીનુ મોટુ નુકસાન થયુ સાથે સાથે દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયુ અને માલધારીઓ-પશુપાલકોને પણ તેમના માલઢોરના નુકસાન થયા છે અને જાનહાની પણ ચિંતાજનક રીતે થઇ છે માટે સમગ્ર પણે જે જે વર્ગને નુકસાન થયુ છે તે પેટે ખાસ વિશેષ રાહત પેકેજ ઝડપી સર્વે થઇને ફાળવવામાં આવે તેવી મુદાસરની માંગણી અને ભારપુર્વકની રજુઆત બંને જિલ્લામાં અતિવૃષ્ટીથી નુકસાન પામેલા તમામ વર્ગના નાગરીકોના હિતમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ સરકારશ્રીમાં કરી છે
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024