મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પૂર્વ વિરોધ પક્ષ ના નેતા દ્વારા જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લાઈટ શાખાને તાળાબંધી કરાઈ હતી નગરસીમ વિસ્તાર માં છેલ્લા 15 દિવસ થી અંધારપટ્ટ ( બ્લેક આઉટ ) જેવી ભયંકર સ્થિતિ
News Jamnagar July 15, 2020
જામનગર.
અહેવાલ અકબર બક્ષી
વોર્ડ નં .12 અને નગરસીમ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ થી અંધારપટ્ટ ( બ્લેક આઉટ ) હોવા આ બાબત વખતો વખત રજૂઆત વિરોધ પક્ષ ના નેતા અસલમ ભાઈ દ્વારા કરવામાં આવી હોઈ કોઈ નક્કર કર્યાવહી કરવામાં આવી ન હોવા થી મ્યુનિ કમિશનર ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લાઈટ શાખાને તાળાબંધી કરાઈ
તસ્વીર.સબીર દલ
અને અવાર નવાર લેખિત તથા મોખિક ચર્ચા કરવા છતા નગરસીમ વિસ્તાર માં છેલ્લા 15 દિવસ થી અંધારપટ્ટ ( બ્લેક આઉટ ) જેવી ભયંકર સ્થિતિ હોઈ છતા પણ તંત્ર દ્વારા કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી .
નગરસીમ વિસ્તાર માં કાલાવડના કા બહાર થી મહા પ્રભુજીની બેઠક સુધી અને કલ્યાણ ચોક થી સનસીટી -૨ સુધીનો મેઈન રોડ માં ભારે વરસાદ ના લીધે સમગ્ર રસ્તાઓ નું ધોવાણ થયું હોઈ અને મોટા – મોટા ગાબડાઓ પડ્યા છે , આવી પરિસ્થિતિ માં મેઈન રોડ પરની સમગ્ર લાઈટો બંધ હોવી એ એક ગંભીર બાબત છે . આ અંધારપટ્ટ ના લીધે ચોરી અને લુંટફાટ ના બનાવો પણ વધ્યા છે . અને આવારા અને લુખ્ખા તત્વો એનો ફાયદો ઉપાડે છે જેથી કરી લોકો માં પણ ભય નો માહોલ છે . અમારા દ્વારા નગરસીમ વિસ્તાર ના મેઈન રોડ પર LED લાઈટો નાખવામો માટે છેલ્લા ત્રણ વર્ષ થી લેખિત મોખિક તેમજ સામાન્ય સભામાં અનેક વખત રજુઆતો કરેલ છે તેમ છતાં પણ તેત્ર અને સતાધીસો દ્વારા પક્ષપાત ભરી નીતિ રાખવામાં આવે છે .
અમારા દ્વારા જયારે પણ L.E.D લાઈટ ની માંગણી કરવામાં આવે છે ત્યારે તંત્ર અને સતાધીસો દ્વારા હાલ L.E.D લાઈટો નથી તેવું જણાવવામાં આવે છે . પરંતુ એક મહિના પહેલા ગુલાબ નગર થી નુરી ચોકડી , અને નુરી ચોકડી થી મહાપ્રભુજી ની બેઠક સુધી 180 L.E.D લાઈટો નાખવામાં આવી . આ કામગીરી પ્રશંસનીય છે પણ આ દર્શાવે છે કે તંત્ર અને સતાધીસો દ્વારા અમારા પ્રત્યે ખુલ્લો પક્ષ પાત રાખવામાં આવે છે . નગરસીમ વિસ્તાર માં L.E.D સંપુર્ણ બંધ હોઈ અંધારપટ્ટ હોઈ છતા L.E.D બનાવનાર EESL કંપની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી . ઉપરોક્ત બાબતે નગરસીમ વિસ્તાર માં તાત્કાલિક L.E.D લાઈટો ચાલુ કરવી અને મેઈન રોડ ઉપર L.E.D લાઈટો લગાડવી નહીતો ના છુટકે આશ્ચર્ય જનક કાર્યકર્મ આપવામાં આવશે .આ મામલે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજી દ્વારા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર ને પત્ર પાઠવી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા માટેની રજૂઆત કરી હતી.જેના ભાગરૂપે આજે પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજી તથા કોંગી કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે દ્વારા મહાનગરપાલિકાની કચેરી માં લાઈટ શાખાને તાળાબંધી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે દોડધામ મચી ગઇ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024