મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાની હાલની પરિસ્થિતિમાં શાળાઓ શરૂ કરવાની ઉતાવળ ન કરવા શિક્ષણવિદોનો અભિપ્રાય : મળેલા સૂચનો પર શિક્ષણ વિભાગ ચર્ચા-વિચારણા કરશે
News Jamnagar July 17, 2020
ગુજરાત
સમગ્ર રાજ્યમાં કોરોનાની સાંપ્રત પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યની શાળાઓ ક્યારે અને કેવી રીતે શરૂ કરવી તે અંગે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે રાજ્યના શિક્ષણવિદો સાથે વેબિનાર દ્વારા પરામર્શ કર્યો હતો. શિક્ષણવિદોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં બાળકો અને શાળાઓની ચિંતા રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે તે આવકાર્ય છે. જ્યારે રાજ્યમાં કોરોનાની મહામારી અનુભવાઇ રહી છે ત્યારે રાજ્યની શાળાઓ ખોલવાની હમણાં કોઈ ઉતાવળ કરવી ન જોઈએ તેમજ જરૂર પડે તો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની પણ વિચારણા કરી શકાય.
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની કોરોનાની મહામારીના સંદર્ભમાં રાજ્યમાં શાળાઓ ક્યારથી શરૂ કરવી જોઇએ, શાળાઓ કેવી રીતે શરૂ કરી શકાય તથા શાળાઓ શરુ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ઉપરાંત સૌપ્રથમ કયા ધોરણથી શરૂઆત કરવી જોઈએ, આવા અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવા રાજ્યના શિક્ષણવિદો સાથે વેબિનાર દ્વારા પરામર્શ કરવામાં આવ્યો હતો. આ પરામર્શ દરમિયાન શિક્ષણવિદોએ ખૂબ જ ઉપયોગી સૂચનો કર્યા હતા.
આ વેબીનારમા રાજ્યના શિક્ષણવિદો સર્વશ્રી વિદ્યુતભાઈ જોશી, શ્રી ભદ્રાયુ વછરાજાની, શ્રી અરુણભાઈ દવે, શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી ગિજુભાઈ ભરાડ ઉપરાંત શ્રી કિરીટભાઈ જોશી વગેરે એ ઉપસ્થિત રહીને કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. શિક્ષણવિદોએ જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ કર્યા બાદ દર અઠવાડિયે ફરજિયાત વિદ્યાર્થીઓનુ મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. ઉપરાંત સેનિટાઇઝેશનની વ્યવસ્થા માટે ગ્રામકક્ષાએ તેની બનાવટની વ્યવસ્થા અંગે પણ વિચારી શકાય. ઉચ્ચ ધોરણો પ્રથમ શરૂ કરવા જોઈએ. વગેરે સૂચનો પણ શિક્ષણવિદો એ કર્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે એ હાલની પરિસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓની ચિંતા સેવીને તથા શાળાઓ બંધ રહી છે ત્યારે તેઓનું શિક્ષણકાર્ય કઈ રીતે ચાલુ રહી શકે એ અંગે કરેલા પ્રયાસોની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧૬ માર્ચથી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ કર્યા બાદ રાજ્ય સરકારે શાળાના બાળકોની શિક્ષણની ચિંતા કરીને હોમ લર્નિંગ શિક્ષણના કાર્યક્રમો ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલના માધ્યમથી ગામડે ગામડે તથા ઘરે ઘરે પહોંચાડી બાળકોનું શિક્ષણ કાર્ય જીવંત રહે તે માટે પ્રયાસો કર્યા છે. અને આ પ્રયાસોના સુંદર પરિણામ પણ મળતા થયા છે. શિક્ષણવિદોએ રાજ્ય સરકારના આ પ્રયાસોને બિરદાવ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ વેબિનારમાં જે કંઈ સૂચનો મળ્યા છે તેના પર શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય પણ કરાશે આ વેબિનારમાં શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશ જોશી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024