મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશે કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેંટરોની મુલાકાત લીધીસચિવશ્રી, અધિકારીઓએ આઇ.સી.યુ.માં રહેલ દર્દી નારાયણની મુલાકાત કરી
News Jamnagar July 18, 2020
જામનગર તા.૧૮ જુલાઈ, જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
લેવામાં આવેલ પગલાંઓ,કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક
માર્ગદર્શન પૂરૂ પાડવા માટે રાજ્યના પંચાયત,ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય
સચિવશ્રી એ.કે.રાકેશ જામનગરમાં આવ્યા છે. જ્યાં તેમણે ગઇકાલે કલેકટર કચેરી ખાતે આરોગ્યતંત્ર અને
વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.
આજરોજ સચિવશ્રીએ જામનગરમાં કોવિડ માટે કાર્યરત કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેંટરની મુલાકાત
લીધી હતી.
મુલાકાત દરમિયાન સચિવશ્રીએ કોવિડ કેર સેંટર અને હોસ્પિટલમાં રહેલ દર્દી નારાયણને મળી
સાજા થઇ પૂર્વવત નિરોગી જીવન જીવવા માટે આ લડાઇ લડવા હિંમત આપી હતી. આ સાથે જ સચિવશ્રી
દ્વારા જો સંક્રમણમાં વધારો થાય તો અગમચેતીરૂપે કરવામાં આવનાર વ્યવસ્થાઓની તૈયારીઓની પણ વિવિધ
સ્થળોએ તપાસ કરી વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાતમાં કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનરશ્રી સતિષ
પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અફસાના મકવા, શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ,જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી ડો. દિપક તિવારી, અધિક ડીન અને કોરોના નોડલ ડો. એસ.એસ.ચેટરજી, આયુર્વેદ
યુનિ. વાઇસ ચાન્સેલરશ્રી અનુપ ઠાકર જોડાયા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024