મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં કોરોના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે ૧૦૦૦ દર્દીઓની સારવાર થઇ શકે તે માટેની તૈયારીઓ અંગે બેઠક યોજતા સચિવશ્રી
News Jamnagar July 18, 2020
જામનગરમાં કોરોના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે ૧૦૦૦ દર્દીઓની સારવાર થઇ શકે તે માટેની તૈયારીઓ અંગે બેઠક યોજતા સચિવ
જામનગર તા.૧૮ જુલાઈ, જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા અને જો સંક્રમણમાં વધારો થાય તો અગમચેતીરૂપે કરવામાં આવનાર વ્યવસ્થાઓની તૈયારીઓની અંગે
રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશએ કલેકટર કચેરી ખાતે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી
આ બેઠકમાં જામનગરમાં કોરોના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે જો સંક્ર્મણ વધે તો ૧૦૦૦ દર્દીઓની સારવાર થઇ શકે તે પ્રકારની સુવિધાઓના નિર્માણ માટેની તૈયારીઓ અને આવશ્યક વસ્તુઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ મ્યુનિ.કમિશનરશ્રી સતિષ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અફસાના મકવા,એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ,જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી,અધિક ડીન અને કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી,આયુર્વેદ યુનિ.વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર જોડાયા હતા.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023