મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શ્રાવણ માસનો શુભારંભ થયો છે, આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન, પૂજા, આરાધનાનું અનેરું મહાત્મ્ય પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થતા જ શિવાલયો માં ભોળાનાથ ના નાદ થી ગુંજી ઉઠશે જ્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિર માં કોરોના ના કાળ માં ભક્તો આરતી ના દર્શન નહિ કરી શકે
News Jamnagar July 21, 2020
દેવભૂમિ દ્વારકા
અહેવાલ. મોહમદ ચાકી
પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થતા જ શિવાલયો માં ભોળાનાથ ના નાદ થી ગુંજી ઉઠશે જ્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિર માં કોરોના ના કાળ માં ભક્તો આરતી ના દર્શન નહિ કરી શકે પરંતુ લોકો સરકાર ની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થે આવનાર લોકો ભોળાનાથ ના દર્શન કરી શકશે..
વીડિયો ન્યૂઝ જોવા માટે અમારા ફેસબુક પૅજ ની મુલાકાત લીઓ
ભારત ના બાર જ્યોતિર્લીંગ દ્વારકા તાલુકા ના નાગેશ્વર માં આવેલું છે અહી રોજ ના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે અહી ગુજરાત અને ભારત ભાર માંથી લોકો પોતાની મનોકામના અને આશાઓ લઇ ને અહી આવે છે પવિત્ર શ્રાવણ ની શરૂઆત થતા જ ત્યારે શિવ ભક્તો ની લાંબી કતારો લાગતી હોય છે પરંતુ હાલ કોરોના ના કપરા કાળ માં ભક્તો સાથે મંદિર માં પણ અસર વર્તાઈ રહી છે સામાન્ય દિવસો માં અને સામાન્ય રીતે દર વર્ષે નાગેશ્વર જ્યોતિર્લિંગ માં સવારે 5 વાગ્યે મંગળા આરતી માં હજારો ભક્તો દર્શનાર્થે આવતા જ્યારે કોરોના ના કહેર વચ્ચે સવારે 7 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી ભક્તિ દર્શન કરી શકશે એટલે મંગલા આરતી અને સંધ્યા આરતી નો લાભ ભક્તિ નહિ લઈ શકે જ્યારે સરકાર ની ગાઈડલાઈન મુજબ ભક્તો માસ્ક પહેરી સામાજિક અંતર રાખી અને તમામ નિયમો નું પાલન કરે તે પણ જરૂરી છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ પણ કરાઈ છે સાથે જ ભગવાન ભોલાનાથ ના નાગેશ્વર મહાદેવ મંદિર માં આ જ્યોતિર્લીંગ ના દર્શન કરવા આવ્યા તેઓ પણ માસ્ક પહેરી ને આવ્યા હતા સાથે જ શ્રાવણ માસ દરમિયાન જે લોકો ભક્તો ને નિજ મંદિર અંદર ભોળાનાથ ના શિવલિંગ ની પૂજા અર્ચના કરવા જવું હોય તેઓએ ધોતી ફેરવી ફરજીયાત છે અને તે પણ સાથે જ લાવવી પડશે જેથી કોરોના સંક્રમણ ને અટકાવી શકાય.
મહત્વનું છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ માં શ્રાવણ માસ દરમિયાન ભક્તો ની ભીડ જોવા મળતી હોય છે ત્યારે આ વર્ષે કોરોના ના કહેર વચેપન લોકો દર્શનાર્થે આવે છે પરંતુ તમામ નિયમો નું પાલન કરે તેવી પણ તકેદારી રખાઈ રહી છે તેમજ જે પરિવાર સાથે નાગેશ્વર મહાદેવ ના નિજ મંદિર અંદર દર્શન કરવા ઇચ્છતા હોય તે પરિવાર જ નિજ મંદિર અંદર પ્રવેશ કરે રહ્યો છે જેથી એક સાથે અન્ય પરિવાર કે લોકો દર્શનાર્થે જાય તો સંક્રમિત ન થાય અને કોરોના ફેલાતો અટકી શકે જ્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ શ્રાવણ માસ નિમિતે હાલ સરકાર ના નિયમો નું પાલન કરાઈ રહ્યું છે જ્યારે લોકો પણ નિયમો નું પાલન કરે તેવી અપીલ પણ કરાઈ છે.
દારુકાવન એટલે નાગેશ્વર મહાદેવ નું મંદિર આવેલ સ્થળ અને દારુકા નામનો રાક્ષસ અહીં ભગવાન ની પૂજા કરનાર ભક્તને હેરાન કરતો ત્યારે ભગવાન નાગ અને નાગિન સ્વરૂપ માં પ્રગટ થઇ અને ભક્ત ની રક્ષા કરી હતી ત્યારથી જ આ મંદિર નાગેશ્વર મહાદેવ ના મંદિર થી પ્રસિદ્ધ થયું અને સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું તેથી જ 12 જ્યોતિર્લિંગ માં નું એક જ્યોતિર્લિંગ માં નાગેશ્વર નો સમાવેશ થાય છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024