મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી હવેથી રૂપિયા 500નો દંડ વસૂલાશે: મ્યુનિ.કમિશનર દ્વારા બહાર પડાયું નવું જાહેરનામું જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 8099 કેસમાં 16 લાખનો દંડ વસૂલાયો
News Jamnagar July 21, 2020
જામનગર
જામનગરમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી હવેથી રૂપિયા ૫૦૦નો દંડ વસૂલાશે: મ્યુનિ.કમિશનર દ્વારા બહાર પડાયું નવું જાહેરનામું
જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૮,૦૯૯ કેસમાં ૧૬ લાખનો દંડ વસૂલાયો
જામનગર તા ૨૧ જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર દ્વારા આજે માસ્ક સંબંધે વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને શહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો પાસેથી પ્રથમ વખત પાંચસો રૂપિયાનો દંડ વસૂલાશે, જ્યારે બીજી વખત સાડા સાતસો રૂપિયાના દંડની વસૂલાત થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા તેમજ અન્ય નિયમોનો ભંગ કરનારા આઠ હજાર લોકો પાસેથી રુ.૧૬ લાખ ની વસુલાત કરી લેવામાં આવી છે.
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે, અને અસંખ્ય લોકો માસ્ક પહેર્યા વિના નીકળતા હોય છે. જેથી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર સતિષ પટેલ દ્વારા આજે વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો પાસેથી ૨૦૦ રૂપિયા ને બદલે પાંચસો રૂપિયાનો દંડ પ્રથમ વખત વસૂલ કરવામાં આવશે, ત્યાર પછી પણ જો નિયમ ભંગ કરશે તો તેવા લોકો પાસેથી રૂપિયા ૭૫૦ નો દંડ વસૂલ કરવામાં આવશે.
જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને જામનગર મહાનગરપાલિકાના એસ એસ આઈ સહિતની ટુકડી આ કામગીરી હાથ ધરશે, જેમાં જરૂર પડ્યે પોલીસ તંત્રને પણ મદદ લેવામાં આવશે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર જ જાહેરમાં થૂંકનારા અને માસ્ક નહીં પહેરનારા લોકો સામે ૮૦૯૯ કેસ કરવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી ૧૬ લાખ થી વધુ દંડની વસૂલાત કરવામાં આવી છે.
જેમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર ૧૦૩૦, માસ્ક નહીં પહેરનારા ૧૮૬૩ જાહેરમાં થૂંકનારા ૧૮૯ લોકો અને સેનીટાઇઝર નો ઉપયોગ નહીં કરનારા ૧૭ વેપારીઓ દંડાયા છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024