મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેશ-દુનિયાના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001:2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ બન્યું છે.
News Jamnagar July 24, 2020
ગુજરાત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર અને રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ શ્રીમતી મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કરી આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા.
આદ્યશકિત પીઠ અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે પસંદગી કરવામાં આવી તેમાં જે મહત્વપૂર્ણ બાબતો આવરી લેવાઇ છે તેમાં સમગ્ર મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ તેમજ પ્રસાદ અને અન્ય ખાદ્ય સામગ્રી તેમજ યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલન સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024