મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એ.સી.બી નો સપાટો રાજકોટના સેનેટરી ઇન્સપેક્ટર અને સેનેટરી લેબર વર્ગ 4. 300 ની લાંચ લેતા ઝડપાયા સુરેન્દ્રનગર ના જૂનિયર નગર નિયોજક કલાસ 2 અધિકારી અને નિવૃત આસી. ટાઇન ડ્રાફ્ટ મેન ન.ન.બ્રાન્ચ 7000 હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
News Jamnagar July 24, 2020
સોરાષ્ટ્ર
એ.સી.બી નો સપાટો રાજકોટના સેનેટરી ઇન્સપેક્ટર અને સેનેટરી લેબર વર્ગ 4. 300 ની લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગર ના જૂનિયર નગર નિયોજક કલાસ 2 અધિકારી અને નિવૃત આસી. ટાઇન ડ્રાફ્ટ મેન ન.ન.બ્રાન્ચ 7000 હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા આ કામે એ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ને ખાનગી રાહે ચોકકસ આધારભૂત માહિતી મળેલ કે, રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં ફુડલાયસન્સ મેળવવા માટેની કરવામાં આવતી અરજીઓ અંગે કરવાના થતી કાર્યવાહી કરી આપવાની અવેજ પેટે આર.એમ.સી.ના કર્મચારી દ્રારા અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાતનાં વધારાના લાંચ પેટે રૂ.૧૦૦/- થી રૂ.૨૦૦૦/- સુધીની ગેરકાયદેસર રીતે માંગણી કરવામાં આવે છે.
જે માહિતી આધારે આજરોજ તા.૨૩/૭/૨૦૨૦ ના રોજ એક જાગૃત નાગરીકનો ડીકોયર સહકાર મેળવી, ડિકોયનું આયોજન કરતા ડીકોયરશ્રીને ફુડ લાયસન્સ મેળવવા માટેનું અરજી ફોર્મ તથા તેની સાથેના જરૂરી ડોકયુમેન્ટો સામેલ રાખી આરોપી નં-૧ ને આર.એમ.સી.રાજકોટ વેસ્ટ ઝોન કચેરી ખાતે જઇ મળતા આરોપી નં-૧, નાએ ડીકોયરશ્રી સાથે વાતચીત કરી કાયદેસરની ફી રૂા.૫૦૦/- ઉપરાંત વધારાના રૂ.૩૦૦ ની લાંચની માંગણી કરી સ્વીકારી આરોપી-૨ ને આપતા બંને આરોપીઓ ડીકોયર પાસે લાંચની માગણી કરી સ્વીકારતા(૧)
દિપકભાઇ મુળજીભાઇ જાદવ ઉ.વ.૪૬,
નોકરીઃ સેનેટરી લેબર વર્ગ-૪, રહે.રાજકોટ .
નિકુંજ પ્રવિણભાઇ રાઠોડ ઉ.વ.૨૧, ધંધો, એપ્રેન્ટીસ શીપ (સેનટરી ઇન્સ્પેકટર)
રહે. રાજકોટ પકડાઇ જઇ ગુન્હો કર્યા ઝડપાયા હતા જયારે બીજી સફર ટ્રેપ માં ફરીયાદીને પોતાની ખેતીની જમીનમાં મકાન બનાવવાનું હોય પ્લાન પાસ કરાવવા માટે નગર નિયોજકની કચેરી સુરેન્દ્નનગરમાં અરજી આપવા જતા આ કામના આરોપી નં.૨ નાએ અરજી લઇ આરોપી નં.૧ પાસે લઇ જઇ મેળવતા બંન્ને આરોપીઓએ ફરીયાદીને પ્લાન પાસ કરી આપવા માટે રૂ.૧૨૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે તે વખતે રૂ.૫૦૦૦/- આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ નાએ સ્વીકારેલ અને બાકીના રૂ.૭૦૦૦/- આપી જવા વાયદો કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.માં ફરીયાદ કરતા એસીબી એ ગોઠવેલ લાંચના છટકા મા આરોપી નં.૧ ની ઓફીસમાં આરોપી નં.૨ નાએ ફરીયાદી પાસેથી રૂ.૭૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી બંન્ને આરોપી પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી આરોપી નં.૧ યશભાઈ દિલીપભાઈ દવે,
ઉ.વ.31 જૂનીયર નગર નિયોજક, વર્ગ-2
તુલસીભાઈ ગણેશભાઈ પરમાર,
ઉ.વ.૬૨ (પ્રજાજન) નિવૃત્ત આસી. ટાઉન ડ્રાફટમેન
નગર નિયોજક બ્રાંચ ઓફિસ, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર નિયોજક બ્રાંચ ઓફિસ, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર નાએ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનો કર્યા બાબત લાંચ ના છટકા માં દબોચી લેવાયા હતા આ કામગીરી સુપરવિઝન અધિકારી એચ.પી.દોશી,
મદદનિશ નિયામક રાજકોટ એ.સી.બી.એકમ ના માર્ગદર્શન હેઠળ આર.આર.સોલંકી પોલીસ ઇન્સપેકટર રાજકોટ ગ્રામ્ય, એ.સી.બી.પો.સ્ટે. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024