મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્ય કક્ષાના કોરોના નોડલ ડો.કમલેશ ઉપાધ્યાયએજામનગરની કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સંક્રમણ અટકાયત સારવાર અંગે ચર્ચા કરી
News Jamnagar July 25, 2020
જામનગર.
જામનગર ગત તા. ૨૪ જુલાઈ, ના ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર
આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.
જામનગરમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે ડો. કમલેશ ઉપાધ્યાયએ જામનગરના વિસ્તાર પ્રમાણે વધતા કોરોના
પોઝિટિવ દર્દીઓ, દર્દીઓના થતા મૃત્યુ, સારવારની પધ્ધતિ અને તંત્ર દ્વારા અટકાયત માટે ક્યા પ્રકારના પગલાં લઇ જામનગરને આ કાળમુખા કોરોનાથી બચાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી.
આ તકે કલેક્ટર રવિશંકર અને કમિશનર સતીષ પટેલે જામનગરવાસીઓને કોરોનાના કપરા સમયમાં બચવા માટે
ઘરમાં રહેવા તેમજ વરસાદની ઋતુમાં ડેન્ગ્યુથી બચવા અપીલ કરી હતી.
આ બેઠકમાં કલેકટર રવિશંકર કમિશનર સતીશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નિવાસી અધિક
કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દિપક તિવારી, જામનગરના કોરોના નોડલ ડો.એસ. એસ. ચેટરજી તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024