મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરનો આજે ૪૮૧મો સ્થાપના દિવસ રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા દ્વારા થાંભલી પુજન કરાયું
News Jamnagar July 27, 2020
જામનગર
જામનગર તા.૨૭ જુલાઇ,
જામનગર શહેર આજે શ્રાવણ સુદ સાતમના રોજ સ્થાપનાના ૪૮૦ વર્ષ
પુરા કરીને ૪૮૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આજરોજ તેના સ્થાપના દિને જામનગર
મહાનગરપાલિકા દ્વારા થાંભલી પુજનનો કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ
જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમયે રાજ્યમંત્રીએ જામનગરના મહાન ઈતિહાસ અને
તેની ઐતિહાસીક પળોને યાદ કરતા કહ્યું હતુ કે, “જામનગરને આજે ૪૮૦ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે
જામનગરની જનતાને ૪૮૧માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે,જામરાવળજી દ્વારા
સ્થાપિત નવાનગર સ્ટેટથી આગળ હવે જામનગર તરીકે ઓળખાતું આપણુ આ નગર સતત ઉત્તરોત્તર
પ્રગતિ કરી રહ્યું છે.
જામરાવળજીએ સ્થાપિત આ નગરનેઆધુનિક વિકાસની પથપર
જામરણજીતસિંહજી લઇ ગયા અને આમ જ આ નગરની વિકાસયાત્રા અવિરત ચાલુ રહે અને જામનગર
કોરોનામુક્ત બને તેવી અભ્યર્થના સાથે આજે હું આ થાંભલીને વંદુ છું.”
આ તકે, મેયર હસમુખભાઇ જેઠવાએ જામનગરના નિવાસીઓને જામનગરના સ્થાપના દિન
એટલે કે ૪૮૧મા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
થાંભલી પૂજન બાદ રાજ્યમંત્રીશ્રી,મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેંડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી તથા અન્ય મહાનુભાવો દ્વારા જામ રણજીતસિંહજી તેમજ જામ દિગ્વિજયસિંહજીની
પ્રતિમાને ફૂલોનો હાર પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સાથે જ મહાનુભાવો દ્વારા લાખોટા
તળાવમાં નવા નીરનાં આગમનથી હાલ છલોછલ ભરાયેલા તળાવને પુષ્પ અર્પણ કરી વધામણાં કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમૂર, દંડક જડીબેન સરવૈયા,જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર વસ્તાણી, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા જામનગરના અગ્રણીઓ અને રાજપુત સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025