મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અંબાલા એરબેઝ ખાતે 5 લડાકૂ રાફેલ વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ રાફેલના આગમન સાથે ભારતીય સેનામાં નવા યુગનો પ્રારંભ: રક્ષા મંત્રી
News Jamnagar July 29, 2020
દેશ ની તાકાત નો વધારો કરતા રાફેલ ના આગમન થી ભારતીય વાયુસેનામાં નવા યુગ નો પ્રારંભ
ફ્રાંસથી આવેલા પાંચ લડાકુ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થયા હતા. આ અંગેની જાણકારી દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ મારફતે આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે બર્ડ્સ અંબાલા ખાતે સુરક્ષિત રીતે લેન્ડ થઇ ગયા છે. રાફેલના ભારતમાં લેન્ડિંગ સાથે જ ભારતીય સેનામાં નવા યુગનો પ્રારંભ થયો છે. આ એરક્રાફ્ટ આવતા હવે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થશે.ભારતીય વાયુસેનાની લાંબા સમયની પ્રતિક્ષા હવે પૂર્ણ થઇ અંબાલા એરબેઝ ખાતે 5 લડાકૂ રાફેલ વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ રાફેલના આગમન સાથે ભારતીય સેનામાં નવા યુગનો પ્રારંભ: રક્ષા મંત્રી
ભારતીય વાયુસેનાની લાંબા સમયની પ્રતિક્ષા હવે પૂર્ણ થઇ છે. ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે લડાકૂ વિમાન રાફેલ ભારતને મળી ગયું છે. ફ્રાન્સ સાથે થયેલા સોદા મુજબ લડાકૂ વિમાન રાફેલની પહેલી ડિલીવરી હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે થઇ છે. આ 5 રાફેલ જેટને રિસીવ કરવા માટે એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયા અંબાલા એરબેઝ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષાના હિસાબથી અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024