મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના વિકાસની વણથંભી યાત્રા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જામનગરના વિકાસ પ્રકલ્પોના ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયા
News Jamnagar July 30, 2020
જામનગર.
જામનગર તા. ૩૦ જુલાઇ, જામનગરના ટાઉનહોલ ખાતેથી આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે
જામનગર મહાનગરપાલિકા હેઠળના કુલ રૂ. ૧૫૪.૬૧ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્તનો કાર્યક્રમ
યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પી.એમ.એ.વાય.યોજના હેઠળ એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં અંદાજીત રૂ.૩૨.૪૫ કરોડના ખર્ચે તૈયાર
થયેલા ઇ.ડબલ્યુ.એસ.-૧ પ્રકારના ૫૭૬ આવાસ, પી.એમ.એ.વાય.યોજના હેઠળ રઘુવીર સોસાયટી પાસે, લાલપુર રોડ ખાતેઅંદાજીત રૂ.૨૪.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇ.ડબલ્યુ.એસ.-૨ પ્રકારના ૩૫૨ આવાસ અને ૪૫ લાખના ખર્ચે તૈયાર થયેલ મીની ફાયર ટેન્ડરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જનહિત યોજના નલ સે જળ અન્વયે ગુજરાત ૭૫ ટકા લોકોને ઘરે-ઘરે નળ દ્વારા પાણી પહોંચાડીને દેશભરમાં આ યોજનામાં અગ્રેસર છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું
હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના કોઇપણ વ્યકિતને ફ્લોરાઇડ કે ક્ષાર યુક્ત પાણી પીવું ના પડે તેવી નેમ સાથે ડંકી મુક્ત ગુજરાતનો કોલ આપ્યો હતો
શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર મહાનગરમાં ઇ.ડબલ્યુ.એસ આવાસ સહિત ડ્રેનેજ અને પાણીની નવી પાઇપ લાઇનના
તથા ઐતિહાસિક ભુજીયા કોઠા નવીનીકરણના કુલ ૧૫૪.૬૧ કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાપર્ણ અને ભૂમિપૂજન
ગાંધીનગરથી કૃષિ મંત્રીશ્રી આર.સી ફળદુની ઉપસ્થિતિમાં કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના મંત્ર સાથે નગરો-મહાનગરો ,ગામોના સ્થાનિક સત્તા તંત્ર વાહકોને
લઘુત્તમ સાધનો નો મહત્તમ ઉપયોગ લોકહિત માટે કરી વિકાસ યાત્રા અવિરત જારી રાખવાની શીખ આપી હતી.આ પ્રસંગે
મુખ્યમંત્રીશ્રીએ જામનગર મહાનગરને એક મહત્વપૂર્ણ ભેટ આપતા જામનગરના સુભાષ બ્રિજથી સાત રસ્તા પરના ઓવરબ્રિજ માટે રૂ.૧૫૫ કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી મંજુર કરવાની જાહેરાત કરી હતી અને તેના કામો સત્વરે શરૂ કરીને નગરના વિકાસની ધોરી નસ સમાન આ પ્રોજેક્ટથી જામનગર આધુનિક ભવ્ય અને વિકાસશીલ મહાનગર બનાવવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના આ કાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધતી રહી છે અને જનસહયોગથી
કોરોના સામેની સતર્કતા સાથે “ હારશે કોરોના જીતશે ગુજરાત”ના મંત્ર સાથે ગુજરાતના ખમીર અને ઝમીર જળક્યા છે તેમ ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ધ્રોલ નગર સેવા સદનના નવનિર્મિત ભવનનું પણ લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ મારફતે ગાંધીનગરથી
કર્યો હતો.કાર્યક્રમમાં પી.એમ.એ.વાય યોજના હેઠળ બેડી ઓવરબ્રિજ પાસે અંદાજીત રૂ.૨૭.૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇ.ડબલ્યુ.એસ.-૧ પ્રકારના ૧૪૪ અને ઇ.ડબલ્યુ.એસ.-૨ પ્રકારના ૧૨૮ આવાસ,અને પી.એમ.એ.વાય યોજના હેઠળ ઘાંચી કોલોની, લાલપુર રોડ ખાતે અંદાજિત ખર્ચ ૬.૫૪ કરોડના ખર્ચે ઇ.ડબલ્યુ.એસ-૧ પ્રકારના ૯૬ આવાસના ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ અંદાજિત ૧.૬૫ કરોડના ખર્ચે ૩૨૦ બેડની કેપેસિટી ધરાવતું બેડી રોડ પર શેલ્ટર હોમ,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૨૩.૬૯ કરોડના ખર્ચે જામનગરની શાન એવા ભુજીયા કોઠાનું
રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. નિર્માણ પામનાર ૧.૧૦ કરોડના ખર્ચે શ્રી હરિદાસજી લાલ
ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સજુબા સ્કૂલ સામે સીટી ડિસ્પેન્સરી, ૭.૦૯ કરોડના ખર્ચે આજી-૩ ડેમ ખાતે ઇન્ટેકવેલ તથાએપ્રોચ બ્રિજ બનાવવાનું કામ,૧.૧૦ કરોડના ખર્ચેઢીંચડા/રવિપાર્ક ઇ.એસ.આર.હેઠળના વિસ્તારમાં ડી.આઇ.પાઇપ
લાઇન નાખવાનું માલસામાન સાથેનું કામ, ૬.૫૦ કરોડના ખર્ચે જુદા-જુદા ડેમ સાઈટ, ફિલ્ટર પ્લાન્ટ તથા સીટી
ઇ.એસ.આરમાં જૂની પમ્પીંગ મશીનરી બદલવાનું તથા નવી વધારાની પંપીંગ મશીનરી ખરીદ કરી ફિટીંગ કરવાનું કામ તેમજ
૧૨.૯૭ કરોડ ના ખર્ચે ગુલાબનગર તથા નવાગામ ઘેડ ઇ.એસ.આર. હેઠળના વિસ્તારમાં ડી.આઇ.પાઇપલાઇન નાખવાનું માલસામાન સાથેના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ બાદ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હીંડોચા,કમિશનર સતિષપટેલ, સ્ટેંડીંગ કમીટી ચેરમેન સુભાષ જોષી વગેરે મહાનુભાવોએ લોકાર્પિત કરવામાં આવેલા આવાસની મુલાકાત લીધી હતી તેમજ
આવાસની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું . આવાસના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં બનાવવામાં આવેલ આવાસના લાભાર્થીઓને સાંસદના હસ્તે ઘરની ચાવી સોંપવામાં આવી
હતી. આ અવસરે ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, પ્રવીણભાઇ મૂછડિયા,જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇપટેલ, નાયબ મેયર કરશનભાઇ કરમૂર,દંડક જડીબેન સરવૈયા,પૂર્વ મેયરશ્રીઓ,વિવિધ વોર્ડના કોર્પોરેટરઓ,કલેકટર રવિશંકર,પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ તેમજ મહાનગરના તેમજ ધ્રોલ તાલુકા તેમજ નગરના પદાધિકારીઓ પણ જામનગર અને ધ્રોલ ખાતે
ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025