મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જીલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા જી.પી.એસ.સી. તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ઓનલાઇન વેબિનાર યોજાયો
News Jamnagar July 31, 2020
જામનગર
જામનગર તા.૩૦ જુલાઇ, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા સ્પર્ધાત્મકપરીક્ષાઓની તૈયારી કેમ કરવી, કેવી રીતના વર્ગ-૨ અને વર્ગ-૩ની પરીક્ષાઓ પાસ કરવી તેવા વિષય અન્વયે જામનગર જીલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ભાઇઓ-બહેનો ઉમેદવારો માટે ફ્રી
માર્ગદર્શન વેબિનાર યોજાયો હતો. જેમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર ખાતે ફરજનિભાવતા શ્રી સરોજબેન સાંડપા (રોજગાર અધિકારી) દ્વારા પ્રારંભિક માહિતી આપવામાં આવી અને કેવી રીતના તૈયારીઓ કરવી..કેવા પુસ્તકો વાચવા..તેના વિષે સમજાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ કચેરીખાતે ફરજ બજાવતા એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર શ્રી અંકિતભાઇ ભટ્ટ દ્વારા પીપીટી ઓનલાઇન
બતાવીને ગુગલ મીટ દ્વારા જોડાયેલા ૬૨ ઉમેદવારોને વિસ્તૃત પ્રિલિમ્સ એક્ઝામ, મેઈન્સ એક્ઝામ અંગે
તથા ક્યા પ્રકારે ફોર્મ ભરવું તથા પરીક્ષાઓના સિલેબસ વિષે વિગતવાર સરળભાષામાં માહિતી આપી
હતી.
આ વેબિનાર માટે સોશિયલ મીડિયામાં રોજગાર કચેરીના ફેસબુક પેજ પર લીંક અનેમાહિતી મુકવામાં આવેલ તથા ૪૦૦ ઉમેદવારોને ઇ-મેઇલ કરેલ. જે પૈકી ગુગલ ફોર્મમાં ૧૪૬
ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરેલ અને ૬૨ ઉમેદવારોએ ઓનલાઇન વેબિનારમાં ભાગ લઇને માહિતી મેળવેલ હતી. વધુમાં રોજગાર કચેરીના કાઉન્સેલર શ્રી અંકિતભાઇ દ્વારા જણાવેલ કે, આગામી ટૂંક સમયમાંજ આઇ.ટી.આઇમાં એડમિશનની માહિતી, આર્મી-લશ્કરી ભરતીમેળાઓમાં જોડવા માટેની
માહિતી, તથા ઇફેક્ટીવ રિઝયુમ કેમ બનાવવું, જેવા વિષયો પર વેબિનાર યોજવામાં આવશે. જેની માહિતી employmentofficejamnagar ફેસબુક પેજ પર મુકવામાં આવશે તથા કચેરી ખાતે નોંધણી કરેલા ઉમેદવારોને ઇ-મેઇલ કરીને જાણ કરવામાં આવશે. જેનો જામનગર જીલ્લાના ઉમેદવારોએ મહતમ લાભ લેવા યાદી દ્વારા અનુરોધ કરેલ છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025