મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શ્રાવણ મહિનામાં આવતો ભાઈ બહેનનો તહેવાર એટલે રક્ષાબંધન આગામી 3 ઓગસ્ટે આવી રહ્યો છે. આ દિવસે પવિત્ર બંધનના પ્રતિકરૂપે ઉજવણી કરવામાં આવે છે
News Jamnagar August 01, 2020
જામનગર.
અહેવાલ. સબીર દલ
દેશ માં કોરોના કહેર વચ્ચે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે,અને શ્રાવણિયો શરૂ થતા જ તહેવારો અને ધાર્મિક દિવસો શરૂ થયા છે.શ્રાવણ મહિનામાં આવતો ભાઈ બહેનનો તહેવાર એટલે રક્ષાબંધન આગામી 3 ઓગસ્ટે આવી રહ્યો છે.
આ દિવસે પવિત્ર બંધનના પ્રતિકરૂપે ઉજવણી કરવામાં આવશે.
સોમવારને દિવસે આવેલી રક્ષાબંધન ભાઇની પ્રતિભાને વધારવા માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસ ફળે છે.શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે. જોકે તે દિવસે પૂનમ રાત્રીના 9.27 મિનિટ સુધી જ છે, તો ત્યાં સુધીમાં રાખડી બાંધવી આવશ્યક છે.રક્ષાબંધનના દિવસે સવારે 9.28 સુધી ભદ્રા યોગ છે,જેના લીધે સામાન્ય રીતે તેના પહેલા રાખડી ન બાંધવી જોઈએ.
વીડિયો સમાચાર જોવા માટે અમારી ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા સમયે રક્ષાબંધન કાર્ય કરવું વર્જિત મનાય છે. તેથી ભદ્રા નક્ષત્ર પુરું થયા બાદ બહેને ભાઈના હાથે રાખડી બાંધવી જોઈએ.3ઓગસ્ટે સવારે 9.28 કલાકથી રાત્રે 9.11 સુધીના શુભ મુહૂર્તમાં રક્ષાબંધન કરવું જોઈએ.જામનગર માં હાલ કોરોના ના કહેર વચ્ચે મંદી નો માહોલ જોવા મળી રહો છે સામન્ય દિવસોમાં બજારમાં મોટાભાગે ઘરાકી જામે છે પરંતુ હાલ કોરોનાનો કહેર છે હવે રક્ષાબંધન આડે થોડા દિવસો બાકી હોઈ મહામારીના પગલે રાખડી બજારમાં કાગડા ઉડી રહ્યા ઘરાકીના નામે મીંડુ છે
શહેરના લીમડાલાઈનમાં દુકાન ધરાવતા અને છેલ્લા ૧૦ વર્ષથી રાખડીના વ્યવસાય સાથે સંકળાયેલા નૈમિષભાઈ સીરિયાએ ન્યૂઝજામનગર.કોમ ની સાથે વાતચીતમાં જણાવ્યું કે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર પગલે તમામ ધંધા રોજગાર મૃતપાય અવસ્થામાં છે રક્ષાબંધનને આડે હવે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી છે જેમાંથી રાખડી ઉદ્યોગપણ બાકાત નથી કોરોનાને પગલે રાખડીઓનું આશરો ૪૦ ટકા વેંચાણ ઘટયું છે .
હાલ બજારમાં ગોલ્ડ .ચાંદીની રાખડીઓમાં કસ્ટલ .ડાઈમંડ ,મોતીવર્ક ,ભાભી રાખડી સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી.હાર્દીક પટેલ ,અમીત શાહ ,યોગી આદિત્યનાથ ,ચાણક્ય ,મોટુ પતલુ ,બાલહનુમાન ,કાર્ટુનની સહિત અવનવી વેરાયટી રૂપિયા 20 થી માંડીને ૨૨૦૦ રૂપિયા સુધીની રાખડીઓ અસ્તિત્વમાં વેરાઈટીઓને ખજાનો ઉપલબ્ધ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025