મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનનો પર્વ ઉજવાયો જેલના કેદી ભાઈઓને બહેનો સાથે ઈ મુલાકાત કરાવાઈ ટેલિફોન અને વિડિયો કોન્ફરન્સ મારફત શુભેચ્છાઓ અપાઇ
News Jamnagar August 03, 2020
જામનગર
અહેવાલ.સબીર દલ
આજે શ્રાવણી પૂનમ! જે આપણે ત્યાં બળેવ કે રક્ષાબંધન પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભાઇ બહેનના અમર પ્રેમને વ્યકત કરતા આ પર્વને ઉજવવા જામનગર જિલ્લા જેલમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજે વીરાના કાંડે સુતરના તાંતણારૂપ રાખડી બાંધી બહેનો ઓવારણા લેશે. ભાઇના જીવનમાંથી તમામ સંકટો દુર થઇ જાય તેવા આશીષ વરસાવશે.
આ વર્ષે કોરોના મહામારીએ માઝા મુકી છે. ત્યારે આ વૈશ્વીક અસરમાંથી સૌ ઉગરી જાય તેવા આશીર્વાદ બહેનડીઓએ જેલમાં રહેલા પોતાના ભાઈઓને આપ્યા હતા.
ભાઇ બહેનના હૈયે હેતની હેલી વરસાવતા આ પર્વે લાગણીભીના દ્રશ્યો સર્જાતા હોય છે. ભાઇના ભાલે કુમકુમ તીલક કરી કાંડે રાખડી બાંધતી બહેન પ્રત્યે ભાઇ પણ પોતાનું કર્તવ્ય નિભાવવા પ્રતિબધ્ધ થતો હોય છે.
ભાઇને રાખડી બાંધતા પહેલા બહેન તેના મસ્તક પર તિલક કરે છે જે કેવળ ભાઇના મસ્તકની પૂજા નથી, પણ ભાઇના વિચારો અને બુધ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે. તીલકની સામાન્ય લાગતી આ ક્રિયામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી હોય છે.
રક્ષા બંધન પર્વને લઇને રાખડી ઉપરાંત મીઠાઇ પણ જેલમાં રહેલા કેદીઓને મોકલવામાં આવી હતી. જિલ્લા જેલ દ્વારા રક્ષાબંધન પર્વને લઇને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બહેનોએ મોકલાવેલ રાખડી ને સેનીટાઈઝ કરીને કેદીઓને રાખડી આપવામા આવી હતી. સરકારી ટેલિફોન બુથ દ્વારા બહેનોને ભાઈઓ સાથે વાત કરવામાં આવી હતી તેમજ વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ કેદીઓએ પોતાની બહેનોને રક્ષાબંધન તહેવારની શુભેચ્છાઓ આપી હતી.
આ પર્વે ભુદેવો પણ પોતાના યજમાનોને કાંડે રાખડી બાંધી આશિવર્ચનો આપતા હોય છે. આ પર્વે જનોઇધારી વર્ગ જનોઇ બદલાવાની વિધી કરતા હોય છે. શહેરોમાં બ્રહ્મ સમાજના સંગઠનો દ્વારા સમુહમાં જનોઇ બદલવાના આયોજનો થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની અસરના કારણે આવા સામુહિક આયોજનો બંધ રખાયા છે
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025