મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નયારા એનર્જી દેવભૂમી દ્વારકા અને જામનગર જીલ્લામાં રોજગાર અને સાક્ષરતા મિશનમાં મોખરે
News Jamnagar August 04, 2020
દેવભૂમિ દ્વારકા
નયારા એનર્જીના સતત પ્રયાસોને પરિણામે ગુજરાત સરકારે 18 સ્કૂલોમાંથી 11ને ‘એ’ ગ્રેડની રેંક આપી
કંપની સ્થાનિક યુવાનો અને મહિલાઓનાં માઈક્રો એકમો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન માટે વિશિષ્ઠ કૌશલ્ય વૃધ્ધિ પ્રોગ્રામ ઉપર કામ કરી રહી છે
વાડીનાર, તા. 3 ઓગસ્ટ,2020: નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની, નયારા એનર્જી, વાડીનારમાં તેની રિફાઈનરીની આસપાસમાં વસતા સમુદાયોમાં સાક્ષરતા અને આજીવિકા હાંસલ કરવાનો આંક સતત ઉંચો આવે તે હેતુથી સતત કાર્યરત રહી છે. કંપની અવિરતપણે સમાવેશી વિકાસનો અને રિફાઈનરીની આસપાસ વસતા સમુદાયોના જવાબદાર “પસંદગીના પડોશી” તરીકે કામ કરવાનો વારસો જાળવી રહી છે. તેમણે કોર્પોરેટ માળખાના ભાગ તરીકે સામાજીક જવાબદારીઓ માટે ઊંડી કટિબધ્ધતા અને વ્યુહાત્મક સંકલન દર્શાવવાનુ ચાલુ રાખ્યું છે.
નયારા એનર્જી ઓપન સ્કૂલ મારફતે વિદ્યાર્થીઓમાં પ્રાથમિક શિક્ષણના સ્તરેથી જ ભણવાની ખેવના સતત પ્રબળ બને અને શાળા છોડી જવાના દરમાં ઘટાડો થાય તેવુ વાતાવરણ ઉભુ કરવા પ્રયત્નીશીલ રહી છે કે જેથી શિક્ષણની ઉપલબ્ધી સરળ બને. નયારા એનર્જી તેની વાડીનાર રિફાઈનરીના વિસ્તરણ આયોજનની સાથે સાથે યુવાનો અને મહિલાઓમાં માઈક્રો-એન્ટરપ્રાઈઝ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટેના એક વિશિષ્ઠ કૌશલ્ય પ્રોગ્રામ ઉપર કામ કરી રહી છે. કંપની તેના આઉટરીચ પાર્ટનર સાથેની ભાગીદારીમાં યુવાનો અને મહિલાઓને સોફટ સ્કીલ પૂરી પાડીને તેમનુ સશક્તિકરણ કરી રહી છે કે જેથી તેમને ભવિષ્યમાં રોજગારીની આકર્ષક તકો પ્રાપ્ત થઈ શકે. કંપની પોતાની વાડીનાર રિફાઈનરીની આસપાસનાં ગામડાંમાં ભણતરના મહત્વના અભિગમો અપનાવવા શિક્ષણ માટેના પ્રયાસોની આગેવાની લેવાને કારણે તેમજ પ્રોત્સાહક પ્રયાસોને કારણે શાળાઓમાં હાજરી વધી છે તથા શાળા છોડી જવાના પ્રયાસમાં ઘટાડો થયો છે. આનો લાભ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં 15 ગામનાં 400થી વધુ બાળકોને મળ્યો છે. કંપની ગ્રામશિક્ષા કેન્દ્રો , એનઆઈઓએસ કલાસિસ, સ્માર્ટ ક્લાસિસ, પુસ્તકાલયો, રેમેડિયલ ક્લાસિસ વિવિધ પ્રયાસો મારફતે શિક્ષણના નિર્દેશકોમાં સુધારા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે. કંપનીના સતત અને એકત્રિત પ્રયાસોને કારણે ગુજરાત સરકારે હવે 18 સ્કૂલોમાંથી 11ને ‘એ’ ગ્રેડની રેંક આપી છે.
વાડીનાર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ / હેડ ઓફ સ્કૂલ શ્રી સમીર દતાણી જણાવે છે કે “નયારા એનર્જીના શિક્ષણના પ્રયાસોનો લાભ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ઘણાં બાળકોને મળ્યો છે. સ્માર્ટ ક્લાસને કારણે વર્ગખંડની હાજરીમાં સુધારો થયો છે અને વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત થયા અને અભ્યાસમાં વધુ રૂચી દર્શાવતા થયા છે. હું સમુદાયોમાં ભણતરનો આંક ઉંચો લઈ જવા બદલ નયારા એનર્જીનો તેમના સતત યોગદાન બદલ આભાર માનુ છું.”
વાડીનાર રિફાઈનરી સ્કૂલનાં ઈતિહાસ શિક્ષિકા કુ. કુશાલી જણાવે છે કે “સમાજવિજ્ઞાનને વાર્તા તરીકે સમજાવાય ત્યારે તેનુ ઉત્તમ ભણતર આપી શકાય છે. એનિમેશન અને વિઝ્યુઅલ ઈફેકટ વડે વાર્તાકથનની કલાને આનંદપ્રદ બનાવાય છે અને વિવિધ અભિગમ સારી રીતે સમજાવી શકવાની સાથે સાથે તેને સુસંગત બનાવી શકાય છે. શાળાના શિક્ષણને સુધારવામાં નયારા એનર્જીના સ્માર્ટ કલાસિસે મહત્વની ભૂમિકા બજાવી છે. વિદ્યાર્થીઓ પાત્રો અને પ્રક્રિયા સાથે પોતાને સાંકળી શકે છે અને અભ્યાસ સામગ્રી સારી રીતે ગ્રહણ કરી શકે છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025