મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાંધણ ગેસ ની સબસિડીના મામલે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
News Jamnagar August 04, 2020
જામનગર
જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રંજનબેન આર.ગજેરાની રાહબરી હેઠળ કોર્પોરેટ સહિતની મહિલાઓ દ્વારા આજે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી સીટી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત રાજ્ય મા મે, જૂન અને જુલાઈના સમયગાળા દરમિયાન ગેસની એજન્સીઓ દ્વારા ગેસના બાટલાના પૂરેપૂરા પૈસા વસુલ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા સબસીડી ગેસના બાટલામાં સરેરાશ રૃપિયા ૧૪૦ થી ૨૦૦ રૂપિયા મળવાપાત્ર રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે, જે જમાં કરાવી નથી.
ગત સપ્ટેમ્બર ૨૦૧૯ માં રૂપિયા ૫૮૫ નો બાટલો મળતો હતો તે જુલાઈ ૨૦૨૦ માં ૭૦૦ ની સપાટીએ પહોંચવા આવ્યો છે. જેથી જનતા ગેસના ભાવ વધારાથી ત્રસ્ત બની ગઈ છે. તેમ કહી વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
આ દરમિયાન પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા,નયનાબા જાડેજા,કોર્પોરેટર જેનબબેન ખફી, જેતુનબેન રાઠોડ, તેમજ મહિલા કોંગ્રેસ ના દીપ્તિબેન, નજમાબેન, જુબેદાબેન, લીલાબેન, વર્ષાબેન, હસુબા, શબીરાબેન વગેરે હાજર રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024