મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અયોધ્યામાં વડાપ્રધાનના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન
News Jamnagar August 05, 2020
અયોધ્યા
અયોધ્યા તા. પઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય સ્ટેજ પર પાંચ જ વ્યક્તિ હતાં. ભારે ઉત્સાહ સાથે થયેલા આ ભૂમિપૂજનના કારણે અયોધ્યામાં જાણે દિવાળી આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદીરનું ભૂમિપૂજન કર્યું છે. આ પહેલા તેમણે હનુમાન ગઢી અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતાં. તેઓ રામલલ્લાના દર્શન અને હનુમાન ગઢી જનારા પહેલા વડાપ્રધાન છે. આ મંદિર ૭૦ એકર જમીનમાં રૃપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થશે.
વડાપ્રધાને અયોધ્યામાં ચાંદીની ૯ શિલાઓનું પૂજન કર્યું હતું. મંદિરનો પાયો મૂક્યો હતો. મોદી ચાંદીની ઈંટોને પાયામાં મૂકીને ચાંદીના પાવડાથી માટી નાખશે
મોદીની ભાજપ પાર્ટીએ ૧૦ માંથી ૮ લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે. જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતાં.
રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવા વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતાં. વડાપ્રધાન મોદીએ હેલિકોપ્ટરમાંથી ઉતરતા દૂરથી જ મુખ્યમંત્રી અને અન્ય ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024