મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કરોડો ભકતોના આસ્થાનું સ્થાન દ્વારકાધીશ જગતમંદિર 10.8.થી 13.8.20 સુધી પ્રેવશ બંધ વાંચો વધુ વિગત
News Jamnagar August 06, 2020
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે શ્રી દ્વારકાધીશ મંદિરમાં આગામી તા , ૧૨ / ૦૮/૨૦ ૨૦ ના રોજ કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) તેમજ તા.૧૩/૦૮/૨૦૨૦ ના રોજ પારણ ઉત્સવ ઉજવવામાં આવનાર છે
આ ઉત્સવના ૪ દિવસ દરમ્યાન અંદાજે ૧,૫૦ લાખ જેટલા ભાવિકો એકઠા થવાની સંભાવના છે .ઉપરાંત લાંબી રજાઓ આવતી હોવાથી આ સંખ્યા વધી શકે તેમ છે.જેથી હાલમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારી તેમજ સાવચેતીના ભાગરૂપે આગામી જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન તા .૧૦/૦૮/૨૦૨૦ થી તા.૧૩/૦૮/૨૦૨૦ સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશ બંધ રાખવા અભિપ્રાય આપેલ છે પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાએ પત્રથી કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે તા.૧૦/૦૮/૨૦૨૦ થીતા.૧૩/૦૮/૨૦૨૦ સુધી શ્રી દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ બંધી અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે
જે દરખાસ્ત વ્યાજબી જણાય છે સબબ ,ડૉ.નરેન્દ્રકુમાર મીના ( IAS ) જિલ્લા મેજિસ્ટ્રેટ ,દેવભૂમિ દ્વારકા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ -૧૪ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ-૩૪ હેઠળ સત્તાની રૂએ ફરમાવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે તા .૧૦/૦૮/૨૦૨૦ થી તા .૧૩ / ૦૮ / ૨૦૨૦ સુધી દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે આ જાહેરનામુ શ્રી દ્વારકાધીશ મંદિરના પુજારીઓ તેમજ સરકારી ફરજ પરના અધિકારી / કર્મચારીઓને લાગુ પડશે નહી .આ હુકમની કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ભારતના ફોજદારી અધિનિયમ- ૧૮૬૦ ની કલમ -૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની કલમ -૫૧ થી ૬૦ અન્વયે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .આ હુકમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ પોલીસ વિભાગના હેડ કોન્ટેબલ અને તેમનાથી ઉપરના દરજજાના પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો વિરુધ્ધ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ -૧૮૮ અન્વયે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે ,
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024