મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાને હરિયાળો બનાવવા ૭૧માં વન મહોત્સવની ઉજવણીજામનગર જિલ્લાના કાલાવડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે વૃક્ષારોપણ કરાયું મંત્રી એ વૃક્ષરથને પ્રસ્થાન કરાવ્યું
News Jamnagar August 07, 2020
જામનગર
જામનગર તા.૦૬ ઓગષ્ટ, સમગ્ર ગુજરાતને હરિત ગુજરાત બનાવવાની નેમ સાથે દર વર્ષે વનમહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લો પણ આઝુંબેશમાં વધુયોગદાન આપે તે હેતુથી જામનગર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા કાલાવડના નવા એ.પી.એમ.સી.ખાતે જિલ્લા કક્ષાના ૭૧માં વનમહોત્સવની અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે એ.પી.એમ.સી. ખાતે મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી નિ:શૂલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મંત્રીશ્રીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યો હતો.વન વિભાગ જામનગર દ્રારા આયોજીત આ વન મહોત્સવમાં મંત્રી જયેશભાઇ રાદડિયાએ લોકોને વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે,
અનિયમિત વરસાદ અને ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારનું પ્રમાણ સરેરાશ ઓછું હોવાને કારણે તત્કાલીન સમયમાં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવનો પ્રારંભ કરેલો હતો. આજે પણ આ મહોત્સવ દ્વારા વનવિસ્તાર બહાર પણ વનીકરણની આ ઝુંબેશથી હરિયાળા ગુજરાત તરફ
અગ્રેસર બનીએ, વધુમાં વધુ વૃક્ષો વાવી ગુજરાતને રળીયામણુ, હરીયાળુ બનાવીએ. પરંતુ માત્ર વૃક્ષો વાવીને ભૂલી જવું નહી, તેના વિકાસની ફરજ પણ આપણા ગુજરાતીઓની જ છે,
ત્યારે વધુ વૃક્ષો વાવીએ, તેનું જતન કરીએ અને સંવર્ધન કરીએ.” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે વર્ષ ૨૦૦૪થી ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી વ્યાપક બને તે અંતર્ગત વૃક્ષોથી ભરપુર વન બનાવવાની
શરૂઆત કરી હતી. વન મહોત્સવમાં આજે ગુજરાત મોખરે છે.
આ પ્રસંગે એ.પી.એમ.સી.કાલાવડના ચેરમેનશ્રી યુવરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ,તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઇ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી રાધીકા પરસાણા, ચીફ ઓફીસરશ્રી કાલાવડ, મામલતદારશ્રી કાલાવડ તેમજ વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ
કોવિડની માર્ગદર્શિકા અનુસાર યોજાયો હતો.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024