મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સુપ્રિમ કોર્ટની ઇ - કમિટી દ્વારા દેશના દરેક પ્રેકટીસીંગ ધારાશાસ્ત્રીઓની વિગતો મંગાવવામાં આવી
News Jamnagar August 07, 2020
ગુજરાત
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સી . કે . પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે , બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના તા.૨૪ / ૭ / ર 0 ર 0 ના ઇમેઇલ મુજબ દેશના તમામ બાર એસોશિએસનોને સુપ્રિમ કોર્ટની ઇ – કમિટી દ્વારા જરૂરી નિયત ફોર્મેટ મુજબ દરેક પ્રેકટીસીંગ ધારાશાસ્ત્રીઓની વિગતો મંગાવવામાં આવેલ છે . દેશની એપૈકસ કોર્ટ દ્વારા બાર કાઉન્સિલોને ધારાશાસ્ત્રીઓની સંબંધિત માહિતી અને જરૂરી વિગતો રજૂ કરવા વિનંતી કરેલ પરંતુ ધણા સ્ટેટ બાર કાઉન્સિલો પાસેથી પ્રાપ્ત કરેલા મોટા ભાગના ફોર્મટ અધુરા છે . તેમજ ઇમેઇલ , વોટસઅપ નંબર અને અન્ય વિગતોની પુરતી માહિતી નથી . ઉપરોકત સંજોગોમાં અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ જીલ્લા અને તાલુકા બાર ચૌસૌશિએસનોને નિયત કરેલ ફોર્મેટમાં દર્શાવ્યા મુજબની ઇમેઈલ દ્વારા માંગવામાં આવેલ છે . વધુમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પત મુજબ તમામ બાર એસોશિઐસનોએ Whatsapp ધ્વારા તમામ માહિતી ઐકત્રિત કરવાની રહેશે અને પ્રાધાન્યમા બધા પ્રેકટીસીંગ ધારાશાસ્ત્રી જે તેમના સંબંધિત બાર એસોસિએશનના સભ્ય છે તેની તમામ ડેટા માહિતી આપવાની રહેશે તેમજ આખી યાદી જે તે બાર ઍસૌશિએસની ધ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને Word , Excel ફોર્મેટમાં ઈમેઈલ થી તાકીદે તા . 10 / ૮ / ર 020 સુધીમાં મોકલવાની રહેશે . બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પત્ર મુજબ દરેક પ્રેકટીસીંગ ધારાશાસ્ત્રીએ યોગ્ય રીતે ભરેલ ફોર્મેટ ફરજીયાત આપવાના રહેશે અને જો કોઈપણ ધારાશાસ્ત્રી તેના સંબંધિત બાર એસોશિએસનને વિગતો આપવામાં નિષ્ફળ જશે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેવા ધારાશાસ્ત્રીઓને નોન – પ્રેકટીસીગ ધારાશાસ્ત્રી તરીકે ગણવામાં આવશે . તેમજ તમામ તાલુકા અને જિલ્લા બાર એસૌશિએસનના whatsapp ગ્રુપમાં જારી કરવામાં આવેલ નિર્દેશો મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નિયુકત કરવામાં આવેલ અધિકારી ગ્રુપ એડમીન રહેશે , જેથી કોઈપણ પ્રકારની ગેરરીતી ટાળવા માટે પત્રમાં દર્શાવેલ નિર્દેશો મુજબ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યશ્રી તથા તમામ રાજય બાર કાઉન્સિલના સેક્રેટરી આ ગ્રુપના સભ્ય હશે . આ સંદર્ભે રાજયના તમામ તાલુકા અને જીલ્લા બાર એસોશિએસનોને જણાવવાનું કે ઉપરોકત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ તાકીદ કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવે છે . તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઈમેલ bci.scinfo@gmail.com તેમજ બોર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇમેલ mail@barcouncilofgujarat.org પર નિયત કરવામાં આવેલ ફોર્મેટમાં વિગતો તાકીદ તા . 10 / ૮ / ર 0 ર 0 સુધીમાં મોકલી આપશો .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024