મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં રોજના 1000- ટેસ્ટ કરવા, ધનવંતરી રથની સંખ્યા વધારવા તથા ટોસિલીઝુમેબ ઇન્જેકશનનો જથ્થો વધારવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્થળ પર જ સુચના આપી
News Jamnagar August 08, 2020
જામનગર
જામનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની કોરોના સંબંધિત સ્થિતિની બહુઆયામી સમીક્ષા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી:
રાજય સરકારનું સમગ્ર ધ્યાન કોરોનાને કાબુમાં રાખવા પર છે.
કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર સક્ષમ છે.
કોરોનાને હટાવવા માટે લોકજાગૃતિ અનિવાર્ય : રાજય સરકારના સહયોગની ખાત્રી
રોજના ૩૦ હજાર કોરોના ટેસ્ટ કરવા રાજયના આરોગ્યતંત્રની નેમ
જિલ્લામાં રોજના ૧૦૦૦ ટેસ્ટ કરવામાં આવશે અને ધનવંતરી રથની સંખ્યા વધારાશે.
જામનગર તા.૦૮ ઓગષ્ટ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત સ્થિતિથી માહિતગાર થયા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ,જિલ્લા વહીવટી તંત્ર સહિત તમામ સરકારી વિભાગોના પદાધિકારીઓ તથા જામનગર જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે તબક્કાવાર બેઠક યોજી હતી અને કોરોના અંગેની તમામ બાબતોની વિશદ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજયના નાગરિકોને હૈયાધારણા આપતા કહ્યું હતું કે, છેલ્લા પાંચેક માસથી રાજય સરકારનું સમગ્ર ધ્યાન કોરોનાને કાબુમાં રાખવા પર કેન્દ્રિત થયેલું છે અને આ માટે જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહીને આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયત અંગેની મહત્તમ કાર્યવાહી કરાઇ રહી છે.
કોરોના અંગેની કોઇ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અંગે રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ તમામ ગંભીર પરિસ્થિતિને સુલઝાવવા માટે રાજ્ય સરકાર સક્ષમ હોવાની ખાત્રી ઉચ્ચારી હતી.
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ લોકોના સહકારની અને જનજાગૃતિની કામના સેવી હતી અને આ માટે રાજય સરકાર તમામ શક્ય પ્રયત્નો કરી છુટશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટની WHOની ગાઇડલાઇન કરતાં વધુ ટેસ્ટ ગુજરાતમાં થાય છે અને ઉમેર્યું હતું કે, અત્યારે રોજના ૨૬૦૦૦ કોરોનાના ટેસ્ટ રાજયમાં થાય છે તે વધારીને ૩૦૦૦૦ કેસ પ્રતિદિન કરવાની રાજય સરકારની નેમ છે
મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિમાં જિલ્લા વહિવટી તંત્રની ભૂમિકા બાબતે સંતોષ વ્યકત કર્યો હતો. જામનગર જિલ્લામાં રોજના ૧૨૦૦ ટેસ્ટ કરવા, ધનવંતરી રથની સંખ્યા વધારવા તથા ટોસિલીઝુમેબ ઇન્જેકશનનો જથ્થો વધારવા સંબંધિત અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર જ સુચના આપી હતી અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાના આદેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીએ રાજયના મુખ્ય શહેરોની કોરોના સંબંધિત સ્થિતિનો તુલનાત્મક અહેવાલ રજુ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ખાનગી હોસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ્સમાં રૂપાંતરિત કરવાની અને ધનવંતરી રથના ભ્રમણ થકી કોરોના અટકાયતની કામગીરીની સુપ્રિમ કોર્ટે પણ સરાહના કરી છે. રાજયનો રિકવરી રેટ ૭૫%, મૃત્યુદર ૩.૫ ટકા અને પોઝીટીવીટી ૮ ટકા છે જેમાં પણ સમયાંતરે સુધારો કરવા રાજય સરકાર કટિબધ્ધ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદની હોસ્પિટલમાં થયેલ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યભરની તમામ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા, જરૂરી ઇલેક્ટ્રિફિકેશન તાકીદે પૂર્ણ કરાવવા તથા કોવિડ હોસ્પિટલમાં તમામ સરકારી નિયમોનું પાલન કરવા તમામ જિલ્લાના કલેકટરો તથા મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપી દેવામાં આવી છે. આંતર જિલ્લા સરહદો પર કડક તબીબી પરીક્ષણ કરાવવા અને જરૂર જણાયે સ્થળ પર જ કોરોના સંબંધિત તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી દીધી હોવાનું ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી , નાયબ મુખ્યમંત્રી સાથેની આ સમીક્ષા બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ આ મુલાકાતમાં જોડાયા હતા.
આ બેઠકમાં જામનગર જિલ્લા માટે કોરોના સારવાર, સંક્રમણ નિયંત્રણ અને માર્ગદર્શન માટે નિમાયેલ અધિક મુખ્ય સચિવ (પંચાયત) એ.કે.રાકેશ, જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024