મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં આગામી દિવસો માં આવતા તહેવારો ને લઈ મહોરમ.પર્યુષણ.ગણેશ ઉત્સવ.લોકમેળા.સરઘસ. જેવા જાહેર કર્યક્રમો ઉપર પ્રતિબંધ મ્યુ .કમિશનર સતીષ પટેલ દ્વારા બારે પાડવામાં આવ્યું જાહેરનામુ .
News Jamnagar August 09, 2020
જામનગર
– : જાહેરનામું :
હાલ વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ ( COVID – 19 ) કે જેને WHO દવારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને ભારત તેમજ ગુજરાતમાં પણ કોરોના વાયરસ ( COVID – 19 ) ના કેસો નોંધાયેલ છે જે સબંધે કેન્દ્ર સકરારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા કેટલીક સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે .( ૧ ) થી ધી એપેડેમીક એકટ –૧૮૯૭ અન્વયે ( ૨ ) થી ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ ( COVID -19 ) રેગ્યુલેશન્સ -૨૦૨૦ અને( ૩ ) ની જોગવાઇઓ લાગુ પાડવામાં આવેલ છે .
( ૪ ) થી ધાર્મિક સ્થાનો અને પૂજાના સ્થળોના સબંધે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ ,ભારત સરકારશ્રીના ( ૫ ) જાહેરનામા મુજબ રાજય સરકારશ્રીએ ( ૬ ) ના હુકમથી આગામી સમયમાં ગુજરાત રાજયમાં તા .૧૨/૦૮/૨૦૨૦ ના રોજ જન્માષ્ટમી તા૧૫/૦૮/૨૦૨૦ થી તા .૨૧/૦૮/૨૦૨૦ દરમિયાન પર્યુષણ ,તા .૨૧/૦૮/૨૦૨૦ થી તા .૨૪/૦૮/૨૦૨૦ દરમિયાન તરણેતરનો મેળો
,તા .૨૨/૦૮/૨૦૨૦ થી તા .૦૧/૦૯/૨૦૨૦ દરમિયાન ગણેશ મહોત્સવ ,તા૨૮/૦૮/૨૦૨૦ થી તા .૨૯/૦૮/૨૦૨૦ દરમિયાન રામાપીરનો મેળો.તા૨૭/૦૮/૨૦૨૦ થી તા .૦૨/૦૯/૨૦૨૦ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ,તા.૨૯/૦૮/૨૦૨૦ થી તા .૩૦/૦૮/૨૦૨૦ દરમિયાન મહોરમના તહેવારની ઉજવણી થનાર છે .રાજયમાં હાલમાં કોરના મહામારીની સ્થિતિ લક્ષમાં લેતા આગામી ધાર્મિક તહેવાર દરમિયાન ધાર્મિક તહેવારોની જાહે ૨ માં ઉજવણી , શોભા યાત્રા.મેળાઓ ,પગપાળા યાત્રાઓ ,પદયાત્રીકો માટેના સેવા કેમ્પો ,તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા / સરઘસ તથા શોભા યાત્રા જેવી પ્રવૃતિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડીસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલ છે . જેથી જાહેર આરોગ્યની જાળવણી અર્થે ઉપરોકત તમામ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવા રાજય સરકારશ્રીએ નિર્ણય લીધેલ છે .
-( ૬ ) થી ગુજરાત સરકારશ્રીના તા . ૦૮/૦૮/૨૦૨૦ નો હુકમ મુજબ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તહેવારો સંબધે જાહેર આરોગ્યની જાળવણી અર્થે અને કોરોના વાયરસનું સંક્રમણ વધે નહિ તે માટે ઉપરોકત હુકમ મુજબની પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે . જેનો તમામ નાગરીકોએ તેમજ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થાઓએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે .ઉપરોકત હુકમનામાનો ભંગ થયેથી ધી એપેડેમીક ડીસીઝ એકટ નં . ૩ ઓફ ૧૮૯૭ તથા ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ ( COVID – 39 ) રેગ્યુલેશન -૨૦૨૦ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે . ફાઈલ. તસવીરો .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024