મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મહિલાઓને માર્ગદર્શન આપવા અનેક કાર્યક્રમો યોજાયા
News Jamnagar August 10, 2020
જામનગર
જામનગર તા.૧૦ ઓગષ્ટ, જામનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મહિલાઓને માર્ગદર્શન આપવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહિલા સ્વાવલંબન દિવસ ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ અધિકારીશ્રી,જામનગરના માર્ગદર્શન હેઠળ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,
જામનગર(ગ્રામ્ય) ખાતે કાર્યક્રમનું આયોજના
કરવામાં આવેલ.જેમાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, જામનગર(ગ્રામ્ય) દ્વારા અગાઉ સીવણની તાલીમ આપી મહિલાઓને લોકડાઉન દરમ્યાન માસ્ક બનાવવાની તાલીમ આપીને રોજગારી અપાવેલ.જે મહિલાઓને આજના દિવસે સ્વાવલંબનથી સશક્તિકરણ વિષય પર ઇન્ચાર્જ મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન પૂરું પાડીને હજુ પણ બહેનોને આગળ વધી પગ ભર થવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ વિ.મ.કે. સ્ટાફ, વન સ્ટોપ સેન્ટર સ્ટાફ તથા PBSC કાઉન્સેલર
પણ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું.
તા. ૪ ઓગષ્ટ્ના રોજ મહિલા નેતૃત્વ દિવસ ઉજવણી નિમિત્તે જ્યાં મહિલા સરપંચ સફળ નેતૃત્વ પુરૂપાડી રહ્યા છે
એવા વસઈ ગામે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા વાંસકામની તાલીમ મેળવેલ બહેનોને
પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ અને સફળ મહિલા નેતૃતવ વિશે માહિતી આપી.વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,
PBSC,મસક,અને OSC સ્ટાફ દ્વારા ડોર ટુ ડોર મુલાકાત લઈને મહિલાલક્ષી યોજનાઓ અને "ગુજરાત મહિલા વિકાસ
પુરસ્કાર" વિશે માહિતી આપવામાં આવી. રાજ્ય કક્ષાએથી વંદે ગુજરાત ચેનલના માધ્યમથી આયોજીત કાર્યક્રમને નિહાળેલ છે.
તા. ૫ ઓગષ્ટ્ના રોજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગનાં
સંકલનમાં " મહિલા આરોગ્ય દિવસ"ની ઉજવણી કરવામાં આવી. જેમાં મહિલા શક્તિ કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર
તથાવન સ્ટોપ સેન્ટરનાં કાર્યકરો દ્વારા મમતા દિવસ સેશનમાં ઉપસ્થિત રહીને કોવીડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
મહિલાઓ અને કિશોરીઓના આરોગ્ય માટે સાવચેતીના ભાગરૂપે માસ્ક વિતરણ કરવામાં આવ્યું. તેમજ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાંઆવી અને મહિલાલક્ષી યોજનાઓનું સાહિત્ય વીતરણ કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાએથી વંદે ગુજરાત ચેનલના
માધ્યમથી આયોજીત કાર્યક્રમને નિહાળેલ છે.
તા.૬ઓગષ્ટ્ના રોજ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આજરોજ "મહિલા કૃષિ દિવસ"ની ઉજવણીના
ભાગરૂપે જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જીલ્લા મહિલા શક્તિ કેન્દ્ર, વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ મહિલા ખેડૂત અને મહિલા પશુપાલકોની મુલાકાત લઈને મહિલાલક્ષી યોજનાઓ તથાકૃષિ વિષયક યોજનાઓની માહિતી આપવામાં આવી અને યોજનાકીય પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા.તેમજ કોરોનાથી સ્વરક્ષણ માટે માસ્ક પણ આપવામાં આવ્યા. રાજ્ય કક્ષાએથી પ્રસારિત કાર્યક્રમ નિહાળવામાંઆવ્યો.હજુ પણ આવનારા દિવસોમાં આ ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો કરી મહિલાઓને “નારી તું જ નારાયણી”ની આત્મઅનુભૂતિ માટે પ્રયાસ કરી જાગૃત સ્ત્રી,જાગૃત માતા તરીકે આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024