મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એલ.સી.બી એ ગઇકાલના રોજ અનેક જગ્યાએ દરોડા હાથ ધર્યા હતા તે દરમિયાન રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર થી 8 ઈસમો ને 76000ની રોકડ રકમ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
News Jamnagar August 10, 2020
જામનગર
જામનગર શહેર રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર રેઇડ કરી રોકડ રૂ .૭૬,000 /તથા ગંજી પતા સાથે આઠ ઇસમોને પકડી પાડતી જામનગર -એલ.સી.બી.પોલીસ
જામનગર જીલ્લાના નવનિયુકત પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી ની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. એમ.જે.જલુના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ.કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ તે દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઇ તલાવડીયા ,હરદીપભાઇ ધાધલ તથા શરદભાઇ પરમારને મળેલ બાતમી હકિકત આધારે જામનગર શહેરમાં વુલનમીલ ફાટક પાસે , રેલ્વે કોલોની પાછળ ગણપતનગરમાં રહેતા પંકજભાઈ દિનેશભાઇ ખવાસના મકાનમાં ચાલતા તીનપતી રોન પોલીસ નામના જુગારના અખાડા ઉપર રેઇડ કરી નીચે મુજબના ઇસમો ના કજા માંથી રોકડ રૂ .૭૬,૦૦૦ / – તથા ગંજીપતાના પાના નંગ – પર કિ.રૂ. o0 / 00 ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ એ.એસ.આઇ. જયુભા ઝાલાની ફરીયાદ આધારે પો.સ.ઇ. કે.કે.ગોહીલએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે .( ૧ ) પંકજભાઇ દીનેશભાઇ જીયા રહે . વુલનમીલ ફાટક , ગણપતનગર જામનગર ( ૨ ) ડાડુભાઇ કરણાભાઇ ભાટીયા વુલનમીલ ફાટક પાસે , ગણપતનગર જામનગર ( ૩ ) ગોપાલભાઇ હરીભાઇ જામ રહે . નીલકમલ સોસાયટી પાછળ , આશાપુરા સોસાયટી જામનગર ( ૪ ) દિપકભાઇ નાનજીભાઇ ગોહીલ રહે . વુલનમીલ ફાટક પાસે , ગણપતનગર જામનગર ( ૫ ) દેવશીભાઇ ભીમશીભાઈ કરંગીયા રહે . વુલનમીલ ફાટક પાસે , ગણપતનગર જામનગર ( ૬ ) ભુપતભાઇ રામશીભાઈ માડમ રહે . વુલનમીલ ફાટક પાસે , ગણપતનગર જામનગર ( ૭ ) સુનીલભાઈ વેજાભાઇ ચાવડા રહે . ખોડીયાર કોલોની , હીમાલય સોસાયટી જામનગર ( ૮ ) રાહુલભાઇ રામભાઈ કરમુર રહે . નીલકમલ સોસાયટી ,
જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ.એમ.જે.જલ ની સુચના થી પો.સ.ઇ.કે.કે.ગોહીલ , પો.સ.ઈ.આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા , સંજયસિંહ વાળા , અશ્વિનભાઈ ગંધા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , ફીરોજભાઇ દલ ખીમભાઇ બોચીયા , હીરેનભાઇ વરણવા , લાભુભાઈ ગઢવી , વનરાજભાઈ મકવાણા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , અશોકભાઇ સોલંકી , નિર્મળસિંહ બી.જાડેજા , પ્રતાપભાઇ ખાચર , નિર્મળસિંહ જાડેજા અજયસિંહ ઝાલા , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લખમણભાઇ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024