મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્દઘાટન કર્યું
News Jamnagar August 11, 2020
ગુજરાત
પોલીસને પુરાવાના યોગ્ય એકત્રીકરણમાં મદદ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ક્રિીમીનલ કેસોની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરતા કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે કર્મયોગી ભવન ,ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્દઘાટન કર્યું હતું .ઉદ્દઘાટન બાદ કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કહ્યું હતું કે
પોલીસને પુરાવાના | યોગ્ય એકત્રીકરણમાં મદદ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે . ન્યાયતંત્રમાં ખાસ કરીને તાબાની કોર્ટોમાં પડતર કોર્ટ કેસોના નિરાકરણ માટે ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન મહત્વનો ભાગ ભજવશે .ઈન્વેસ્ટીગેશન તેમજ કોર્ટની ન્યાયિક | કામગીરીમાં વધુ ઝડપ આવે અને ડિલિવરી ઑફ જસ્ટીસ સિસ્ટમ ઝડપી બને તથા ગુનેગારને | ઝડપથી સજા થાય તેવા ઉમદા હેતુથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવી આ પ્રસંગે કાયદા રાજ્ય મંત્રી. પ્રદિપસિંહ જાડેજા એ કહ્યું હતું કે ક્રીમીનલ કેસોની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવી એ અમારો નિર્ધાર છે . સાથેસાથે છેવાડાના માનવીને ઘરઆંગણે વધુ સરળતા સાથે ઝડપી ન્યાય મળે એ માટે રાજય સરકારે અનેકવિધ.નિર્ણયો કર્યા છે . રાજ્યમાં તમામ કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલોને એક તાંતણે બાંધતા આ તંત્રથી ન્યાયિક પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે . આ પ્રસંગે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી પરેશ એસ . ધોરા એ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા પ્રોસિક્યુશનની કામગીરી અસરકારક થાય તે માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દરેક રાજ્યમાં સ્થાપવાની જોગવાઈ કરવામાં આવેલ છે જે મુજબ CRPC Amendment Act , 2005 ની કલમ -૨૫ ( એ ) મુજબ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની | રચના કરવામાં આવી છે . પ્રોસિક્યુશનના નિર્દેશન હેઠળ રાજયભરના પડતર કેસોમાં કન્ડીશન રેટમાં વધારો થશે . ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની યાદીમાં જણાવ્યાં મુજબ CRPC ની કલમ ૨૫ – એ ના ( ૫ ) અને ( ૬ ) અનુસાર હવેથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર , પબ્લીક પ્રોસિક્યુટર , | એડિશનલ પબ્લીક પ્રોસિક્યુટર , ખાસ પબ્લીક પ્રોસિક્યુટર વિગેરે તમામ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયંત્રણ હેઠળ ફરજ બજાવશે . ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન એ પ્રોસિક્યુશનને સંબંધી તમામ કામગીરી જેવી કે ચાર્જ શીટ જેવી કામગીરી ઉપર દેખરેખ – નિયંત્રણ રાખશે . | ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કાયદા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા તરીકે કાર્યરત રહેશે.
ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન શબ્દનો ઉલ્લેખ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ રપ ( એ ) માં કરવામાં આવેલ છે . જેનો ડીક્ષનરી અર્થ ” એવી વ્યક્તિ કે જે પોલીસને કોર્ટ સમક્ષ | કેસ ચલાવવામાં સલાહ આપી શકે . “આમ , આ શબ્દનો બહુ વિશાળ અર્થ થાય છે . હાલની સરકારનો પ્રજાભિમુખ વહીવટનો ઉદ્દેશ રહેલો છે અને તેમાં કાયદાની અને દંડની ઉચિત જોગવાઇને સક્ષમ બનાવવાનો અભિગમ રહેલો છે .આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ ,કાયદા વિભાગના સચિવ અને આર.એલ.એ ડી.એમ. વ્યાસ , કાયદા વિભાગના અધિકારીઓ / કર્મચારીઓ અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025