મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભુચરમોરીની યુધ્ધભૂમિ પર શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહિદોને શ્રધ્ધાંજલી આપતાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar August 11, 2020
જામનગર
અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત
ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ને અનુલક્ષીને ચાલૂ વર્ષે શહિદ શ્રધ્ધાંજલિ સમારોહનું સાદગીપૂર્ણ આયોજન
જામનગર તા ૧૧ ઓગસ્ટ, જામનગર જિલ્લામાં ભારતના સૌથી મોટા યુધ્ધો પૈકીનું એક ઐતિહાસિક યુદ્ધ ભૂચરમોરી યુધ્ધભૂમિ પર ખેલાયું હતું. તે મેદાનને અને તેના શહીદોની શહાદતને શ્રધ્ધાંજલી આપવા તથા ક્ષત્રિયોના આશરા ધર્મની મહાન ગાથાને યાદ કરાવતા ભુચરમોરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સ્રૌપ્રથમ ધ્રોલ શહેરમાં ધ્રોલ ઠાકોર સાહેબશ્રી ચંદ્રસિંહજી જાડેજાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને વંદન કર્યા હતા.
અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન દર વર્ષની
જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની શીતળા સાતમના રોજ ધ્રોલ તાલુકા ખાતે ભૂચરમોરી યુધ્ધ મેદાનમાં યોજવામાં આવ્યો હતું.
આજ ભૂમિ પર ગતવર્ષે શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહિદોની યાદમાં બે હજારથી વધુ રાજપુતાણીઓએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ને અનુલક્ષીને ચાલૂ વર્ષે આ શ્રધ્ધાંજલિ સમારોહનું સાદગીપૂર્ણ આયોજન
કરવામાં આવેલ હતું.અંદજીત ૫૦થી ઓછી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.બાકીના લોકો આ
કાર્યક્રમ ઘરેબેઠા સોશિયલ મિડાયાના માધ્યમથકી
http://www.facebook.com/ bhucharmori/ ઉપર નિહાળી શકે તે માટે અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
ભૂચરમોરી યુધ્ધ રાજગાદી લેવા નહિ પરંતું આશરા ધર્મ માટે યોજાયુ હતું તેમ જણાવતા અન્ન અને નાગરિક પુરવઠા
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું કે,છેલ્લા ૨૯ વર્ષથી આ શહિદ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવા અને સમાજને સંગઠીત કરવા માટે અથાગ પ્રયત્નો કરતાં ડો. જયેન્દ્રસિંહ જાડેજાના અભિનંદન પાઠવેલ હતા.
આ તકે રાજપુત સમાજના આગેવાનશ્રી ડો. જયેન્દ્રસિંહ જાડેજા અને શ્રી રાજભા જાડેજાએ ભૂચરમોરી ખાતે યોજાયેલ
યુધ્ધનો ઇતિહાસથી ઉપસ્થિત સૌને માહિતગાર કરેલ હતા.
આ તકે ધ્રોલ રાજપુત સમાજના આગેવાનો ડો.જયેન્દ્રસિંહ જાડેજા,પ્રદ્યુમનસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ ચુડાસમા,
રાજભા જાડેજા.પ્રવિણસિંહ જાડેજા,વિસુભા ઝાલા, દશરથબા પરમાર તેમજ રાજપુત સમાજના અન્ય આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતા.ભૂચરમોરી યુધ્ધ રાજગાદી લેવા નહિ પરંતું આશરા ધર્મ માટે યોજાયુ હતું રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઘરેબેઠા સોશિયલ મિડાયાના માધ્યમથકી
http://www.facebook.com/ bhucharmori/ ઉપર નિહાળી શકાશે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024