મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર.ટી.ઇ. અંતર્ગત જામનગર જિલ્લાની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશફોર્મનો પ્રારંભ
News Jamnagar August 13, 2020
જામનગર
જામનગર તા.૧૩ ઓગષ્ટ, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ-૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને ૨૫% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧(પહેલા)માં વિનામૂલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ છે. આર.ટી.ઈ.એક્ટ હેઠળ પ્રવેશ માટે તા. ૦૭/૦૮/૨૦૨૦ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ https://rte.orpgujarat.com વેબસાઇટ પર તા.૧૯/૦૮/૨૦૨૦ થી તા.૨૯/૦૮/૨૦૨૦ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના છે તેની તમામ વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીઓ રીસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા હાલ કોવિડ-૧૯ મહામારીના કારણે રદ કરેલ છે, તેની દરેક વાલીઓએ નોંધ લેવી તેમજ વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે, ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.
અગાઉ આપેલ પ્રવેશની જાહેરાત મુજબ જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગ/ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો તેમજ જનરલ કેટેગરી/બિન અનામત વર્ગના બાળકો માટે અગ્રતાક્રમ માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે. વિશેષ માહિતી માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નંબર ૦૨૮૮-૨૫૫૦૨૮૬ તેમજ જામનગર શહેર માટે: ૦૨૮૮-૨૫૫૩૩૨૧, તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર જામનગર ગ્રામ્ય માટે:૦૨૮૮-૨૫૫૭૫૨૫, ધ્રોલ માટે:૯૪૨૭૯૮૪૬૧૭, જોડીયા માટે:૦૨૮૯૩-૨૨૨૯૪૨, કાલાવડ માટે:૯૪૨૬૯૬૩૪૨૫, લાલપુર માટે:૯૪૨૬૦૪૯૭૨૯ જામજોધપુર માટે: ૯૯૭૯૨૪૬૩૦૦ ખાતે સંપર્ક કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024