મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકામાં સંસદસભ્ય પૂનમબેન માડમની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કાન્હા વિચારમંચ દ્વારા જન્માષ્ટમીની સાદગીસભર પ્રતિક શોભાયાત્રા યોજાઇ
News Jamnagar August 14, 2020
દેવભૂમિ દ્વારકા
દ્વારકા ભગવાન રાજાધિરાજ દ્વારીકાધીશના જન્માષ્ટમી પ્રસંગે અતિપવિત્ર મૌક્ષદાયીનિ દ્વારીકામાં કાન્હા વિચારમંચના માધ્યમથી યોજાતિ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈ સરકારશ્રીની માર્ગદર્શીકા અનુસાર દ્વારીકા આહીરસમાજ ખાતે પુજન-અર્ચન વિધી કરી સાદગીસભર રીતે મર્યાદિત સંખ્યામા તેમજ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની પ્રેરણાદાયી ઉપસ્થિતિમા પ્રતિક શોભાયાત્રારૂપે યોજાઈ ગઈ
જન્માષ્ટમીના પાવન દિવસે સમગ્ર વિશ્વમાં નવી ચેતનાનો સંચાર થાય છે અને સમગ્ર વિશ્વ કૃષ્ણમય બની રંગેચંગે આ મહાજન્મને વધાવી જન્માષ્ટમીની ઉજવણી કરે છે ત્યારે ભગવાનની નીજનગરી દ્વારીકામા પણ કાન્હા વિચારમંચના માધ્યમથી દરવર્ષે જન્માષ્ટમીની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ રહી છે દરવર્ષે કાન્હા વિચારમંચ દ્રારા ભગવાન રાજાધિરાજની શોભાયાત્રા તમામ સમાજ-ધર્મ-સંપ્રદાયોને સાથે રાખી ભવ્યાતિભવ્ય રીતે દ્વારિકાના રાજમાર્ગો પર નીકળે છે સમગ્ર શોભાયાત્રાના દરમિયાન દ્વારકવાસીઓ ઠેક ઠેકાણે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરતા હોય છે સાથેસાથ અલગ અલગ 5 જગ્યાએ મટકીફોડનું પણ આયોજન દરવર્ષે કરાય છે આમ આખું દ્વારિકા જાણે કૃષ્ણમય થઈ ગયેલું જોવા મળે છે
તદુપરાંત જન્માષ્ટમીની રાત્રે પરંપરાગત રાસગરબા અને કિર્તનમંડળીઓની રમઝટ સાથે ભક્તિસભર માહોલમા કૃષ્ણ જન્મને વધાવવામાં આવે છે જેમા ભગવાન રાજાધિરાજની મહાજન્મ સમયે આનંદ-ઉત્સવ સ્વરૂપે મહાઆરતી પણ થાય છે પણ હાલના સમય સંજોગોને ધ્યાનમા લઈ સરકારશ્રી દ્રારા પ્રસ્થાપિત નિયમોને માથે ચડાવી કાન્હા વિચારમંચના યુવાનોએ પરંપરાની જાળવણીના શુભ આશયમાત્રથી કરેલું આ અનેરૂં આયોજન હાલ ચાલી રહેલ ભયંકર પરીસ્થિતિમા અનુકરણીય અને સરાહનીય પહેલ કહી શકાય, ભગવાન દ્વારીકાધીશના મહાજન્મના વધામણાં કરવા થનગની રહેલ યુવાનોએ વર્તમાન સંજોગો અનુસાર સેનિટાઈઝડ માહોલ બનાવી ભગવાન રાજાધિરાજની શાસ્ત્રોકત પુજન-અર્ચન ની તમામ વિધિઓ સાથે ધામધૂમપૂર્વક વાજતે-ગાજતે ભગવાન દ્વારીકાધીશના રાજાધીરાજ સ્વરૂપની પ્રતિમાને સમાજભુવન ના પ્રાંગણમા પ્રતિક સ્વરૂપે શોભાયાત્રા યોજી જન્માષ્ટમીની પરંપરાને અનેરા સ્વરૂપમા પ્રસ્તુત કરી નવી પહેલ કરી છે
આ શુભપ્રસંગે આહીરસમાજના ગાદીપતિ મહંતશ્રી જીવણનાથબાપુ,જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સાંસદ પૂનમબેન માડમ તથા પ્રાંત અધિકારી નિહારકુમાર ભેટારીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં કાન્હા વિચારમંચના મર્યાદિત સંખ્યામાં યુવાનોએ હાજર રહી સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે ભગવાન રાજાધિરાજ દ્વારીકાધીશને પ્રાર્થના કરી હતી
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024