મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભૂમિ દ્વારકા જિલલાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કર્યા
News Jamnagar August 15, 2020
દેવભૂમિ દ્વારકા
કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ ધ્વજવંદન કરી પરેડનું નિરિક્ષણ કર્યું હતું
કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.
દેવભૂમિ દ્વારકા તા.૧૫ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપ્સીમાં માર્ચ પાસ્ટનું નીરીક્ષણ કર્યું હતું.જેમાં પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોશી સાથે જોડાયા હતા.
આ તકે કલેકટરશ્રીએ આઝાદીની ચળવળમાં પોતાની જાનની આહુતી આપનાર સ્વાતંત્ર્ય વિરોને યાદ કરી જિલ્લામાં થયેલ વિકાસની વાતો કરી હતી. આ પ્રસંગે કોરોનાની લડતમાં નિષ્ઠાપુર્વક સેવા આપનાર કોરોના વોરીયર્સને કલેકટરશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. જેમાં ડો. નિલેશ ડાભી, મેડીકલ ઓફીસર રાજપરા, ડો. મનીષ વોરા, આયુષ મેડીકલ ઓફીસર, શીતલ આર પરમાર, એફ.એચ. ડબલ્યુ, રણવીર ખેર, એમ.પી. ડબલ્યુ, રાયદે લગારીયા, એમ.પી.ડબલ્યુ, કિર્તીબેન કણઝારીયા, આશાવર્કર, શારદાબેન કછઠીયા ફીમેલ હેલ્થ વર્કર, નારણભાઇ ગઢવી એમ.પી.ડબલ્યુ, પ્રિયા સોનગરા લેબોરેટરી ટેકનીશીયન, ડો. હર્ષા સાહુ મેડીકલ ઓફીસર, ભરત બાંભણીયા ૧૦૮ ટેકનીશીયન, થોભનભા સુંભણીયા ૧૦૮ ડ્રાઇવર, સુખદેવસિંહ વાઢેર ખીલખીલાટ ડ્રાઇવર, ભાવેશ પરમાર સ્વીપર, લક્ષ્મીબેન વાઘેલા સ્ટ્રાફ નર્સ મળી કુલ ૧૫ કોરોના વોરીયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે કલેકટરશ્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વી.એમ. ઘેલાણી હાઇસ્કુલના શ્રી કમલેશ પાથરે કર્યું હતું.
રાષ્ટ્રીય પર્વના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા, જિલલા પંચાયત સદસ્ય મયુરભાઇ ગઢવી,નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, એસ.પી.સુનીલ જોશી,જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા,નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની,મામલતદાર લુકા તેમજ વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025