મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરિત કરાઈ
News Jamnagar August 16, 2020
જામનગર
જામનગર તા.૧૬ ઓગસ્ટ, રાજ્યના સામાન્યજન પણ આત્મનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત માનવ કલ્યાણ યોજના કાર્યરત છે. આજરોજ જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરિત કરવામાં આવી હતી.
વીડિયો જોવા માટે અમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીના હસ્તે ૬ લાભાર્થીઓને સિલાઈ મશીન, પંચર કીટ,સાવરણા-સુપડા બનાવવાની કીટ,વિવિધ ફેરી-લારી અને રૂની દિવેટ બનાવવાના મશીનની કીટો વિતરિત કરવામાં આવી હતી. આ તકે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજયમાં બી.પી.એલ કાર્ડ ધારકોને સ્વાવલંબી બનાવવા મદદરૂપ થવા માનવ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જામનગરમાં ૨૮ જુલાઇથી આજરોજ સુધીમાં ૧૮૮લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે તેમજ કુલ ૫૫૭ લાભાર્થીઓને આ સહાય કીટ આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એસ. એ.વાઢેર અનેજે.વી.જાની તથા આગેવાન દિલીપસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024