મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શ્રાવણીયા જુગારધામો પર આર આર સેલ દ્વારા દરોડા ટંકારા નજીકથી મોટા પાયે ચાલતી જુગાર કલબ ઝડપાઇ છે . અહીં આરઆર સેલ રાજકોટે રેડ કરી 25.44 લાખથી વધુની રોકડ સાથે 7 ને પકડી લીધા છે . દરોડા દરમિયાન 8 મોબાઈલ ફોન , 2 કાર મળી 50.84 લાખનો મુદ્દામાલ કજે કરવામાં આવ્યો હતો .
News Jamnagar August 17, 2020
મોરબી
તા .૧૮ / ૦૮ / ૨૦૨૦ રાજકોટ રેન્જ રાજકોટની ટીમ મોરબી જીલ્લાના ટંકારા પો.સ્ટે .વિસ્તારમાંથી સાત ( ૭ ) ઇસમોને રોકડા રૂ .૨૫,૪૪,૧૦૦ / તથા મોબાઇલ ફોન -૮ ,કાર – ર મળી કુલ રૂ .૫૦,૮૪,૧૦૦ /ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ તથા જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે . વિસ્તારમાંથી આઠ ( ૮ ) ઇસમોને રોકડા રૂ .૨,૫૩,૦૦૦ / – તથા મોબાઇલ ફોન.૭.મો.સા.વાહન -૫ મળી કુલ રૂ .૩,૭૨,૦૦૦ /મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી રેન્જ પોલીસની ટીમ રાજકોટ રેન્જની રીડર બ્રાંચમાં આવેલ ખાનગી હકીકત આધારે ડી.આઇ જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્વારા રીડર શાખાની ટીમને હકીકત આધારે રેઇડ કરવા સુચના કરતા પો.સબ.ઇન્સ. જે.એસ.ડેલા તથા સ્ટાફના હેડકોન્સ રશીકભાઇ પટેલ તથા પો કોન્સ શિવરાજભાઇ ખાચર નાઓએ હકીકત આધારે મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના પો સ્ટે . વિસ્તારના સજનપર – ધુનડા રોડ પર આવેલ આરોપી ધવલના કન્જા ભોગવટાના મકાનમાંથી આરોપીઓ ( ૧ ) ધવલ ભગવાનજીભાઇ છત્રોલા રહે.બોનીપાર્ક મોરબી ( ર ) બાબુભાઇ રુગનાથભાઇ ભાડજા રહે . ચંદ્રેશનગર મોરબી ( ૩ ) જીવરાજભાઇ મેઘજીભાઇ મોસાણ રહે . રુષભપાર્ક મોરબી ( ૪ ) હર્ષદ ભાણજીભાઇ સંઘાણી રહે . નાનીવાવડી મોરબી ( ૫ ) પંકજ જેન્તીભાઇ છત્રોલા રહે . ચકમપર તા.મોરબી ( ૬ ) રજનીકાંત ભવાનભાઇ જીવાણી રહે . અવનીરોડ મોરબી ( ૭ ) મહેશ રુગનાથભાઇ કુંડારીયા રહે . ઉમીયા શર્કલ મોરબી વાળાનાઓને રોકડા રૂ .૨૫,૪૪,૧૦૦ / – મોબાઇલ ફોન –૮ કિ.રૂ .૪૦,૦૦૦ /તથા કાર -૨ કિ.રૂ .૨૫,૦૦,૦૦૦ / – મળી કુલ રૂ .૫૦,૮૪,૧૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર – ધારા કલમ -૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવમાં આવેલ છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024