મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળિયામાં યોજાયેલા મહારક્તદાન કેમ્પની ખાસ મુલાકાત લેતા રાજ્યમંત્રી હકુભા જાડેજા આયોજકો તથા રક્તદાતાઓની સેવાને બિરદાવતા જામનગરના ધારાસભ્ય જાડેજા
News Jamnagar August 17, 2020
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે રવિવાર તા.16 મી ના રોજ મહારક્તદાન કેમ્પનું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ખંભાળિયાના અગ્રણી બિલ્ડર તથા સેવાભાવી દાતા કમલેશભાઈ વિઠલાણી દ્વારા રવિવાર તા.16 ના રોજ વિવિધ પ્રકારના નિયમોને આધીન રહીને આવેલા આ મહારક્તદાન કેમ્પમાં રેકોર્ડ રૂપ 3,700 થી વધુ બોટલ એકત્ર થયું હતું.
ભગીરથ સેવાયજ્ઞમાં જામનગરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી વી. ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે ચાલી રહેલા આ રક્તદાન કેમ્પની સેવા પ્રવૃતિ સ્થળે મંત્રી શ્રી હકુભા જાડેજાએ રકતદાનની ચાલી રહેલી પ્રેરણારૂપ સેવા પ્રવૃતિ બદલ આયોજક કમલેશભાઈ વિઠલાણી તથા રક્તદાતાઓને બિરદાવી, આ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને ખંભાળિયા શહેર સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023