મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ
News Jamnagar August 18, 2020
જામનગર
જામનગર તા.18 ઓગષ્ટ, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, દિલ્હી દ્વારા સમગ્ર ભારત દેશના ૨૭૨ જિલ્લાઓ પૈકી ગુજરાત રાજ્યના જામનગર સહિતના કુલ ૮ જિલ્લાઓમાં “નશામુક્ત ભારત અભિયાન”નો ૧૫ ઓગસ્ટના રોજ ડિજિટલ માધ્યમ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે.બાળકો, યુવાનો અને મહિલાઓ વ્યસનના દૂષણથી મુક્ત બને અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં યોગદાન આપી શકે તે હેતુથી “નશામુક્ત ભારત અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે જામનગર વહીવટીતંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સમાજના દરેક વર્ગના નાગરિકોને અનુરોધ છે કે, સાથે મળી વ્યસનના દૂષણથી આજની પેઢીને મુક્ત કરાવીએ અને એક સુરક્ષિત સમાજની રચનામાં ભાગીદારી કરીએ. “નશામુક્ત ભારત અભિયાન” દરમિયાન તા.૧૫ ઓગસ્ટ થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી સરકારના વિવિધ વિભાગો દ્વારા સમાજમાં નશામુક્તિ અંગે લોકોમાં જનજાગૃતિ કેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ અભિયાનમાં સ્વેચ્છિક સંસ્થાઓ આગળ આવી પોતાનું યોગદાન આપે તેમજ સમાજના તમામ વર્ગને સાથ-સહકાર આપીને સફળ અભિયાન બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,જામનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024