મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આવતીકાલથી શરૂ થનાર ગણપતિ મહોત્સવ કોરોના જેવી મહામારી ધ્યાને રાખી અને સરકાર ના નિયમોનુસાર ઉજવવા શહેરીજનો તૈયારી કરી રહ્યા છે
News Jamnagar August 21, 2020
જામનગર
અહેવાલ. સબીર દલ
દેશભરમાં અને રાજ્યભરમાં પણ દરેક જગ્યાએ વિઘ્નહર્તાની સ્થાપના આવતીકાલે થી શરૂ થનાર છે જેમાં 10 દિવસ સુધી પુજા કરીને ધામધૂમથી લોકો આ તહેવારને ઉજવે છે.જ્યારે આ વર્ષે પણ ગણેશચતુર્થીના તહેવારના લઈને લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.સરકાર દ્વારા પિઓપી માંથી બનાવેલા ગણેશની મૂર્તિઓ પર પ્રતિબંધ રાખવામા આવ્યો છે.ત્યારથી જ મૂર્તિકારો માટીની મૂર્તિઓ બનાવતા શરૂ કરી દીધું છે.
છોટીકાશી થી પ્રસિધ્ધ જામનગર શહેર માં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્ષોલ્લાશ સાથે ઉજવવામાં આવે છે ત્યારે આગામી દિવસો માં આવનાર ગણપતિ મહોત્સવ કોરોના જેવી મહામારી ધ્યાને રાખી અને સરકાર ના નિયમોનુસાર ઉજવવા શહેરીજનો તૈયારી કરી રહ્યા છે
છોટીકાશી જામનગર માં ભકતજનો દ્વારા આગામી દિવસો માં આવનાર ગણપતિ મહોત્સવ ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ જામનગર માં કોરોના નો અજગરી ભરડો હોય અને લોકલ સંક્રમણ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભગવાન ગણપતિજી ના ભક્તો દ્વારા પોતાના ઘરે જ માટી ની નાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવશે અને અગિયાર દિવસ ગણપતિજી નું પૂજન-અર્ચન કર્યા બાદ ઘરે જ એક પાણી ભરેલા વાસણ માં ગણપતિ વિસર્જન કરવામાં આવશે.
પી.ઓ.પી. થી બનેલ ગણેશજીની મૂર્તિઓ પાણીમાં પધરાવવા થી પર્યાવરણને પણ નુકશાન થાય છે ત્યારે આ વર્ષે માત્ર માટી થી બનેલ મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ શ્રદ્ધાળુઓમાં જોવા મળ્યો હતો.
જામનગર માં ગણેશજી ની મુર્તિ બનાવનાર અતુલભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે ગણેશજી ની માટી ની નાની મૃતિનો ઓર્ડર બુક થયેલા છે એચએએલ માટી અને નેચરલ કલર માંથી બનાવેલ 2 ફૂટ સુધી ની મુર્તિ ના ઓર્ડર મળેલા છે અને તે પાણી માં વિસર્જન કરવાથી પર્યાવરણ ને પણ નુકશાન થતું નથી.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025