મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એસ.એસ.સી તથા એચ.એસ.સી.ની પુરક પરીક્ષાના કેન્દ્રોની આસપાસના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
News Jamnagar August 21, 2020
જામનગર
જામનગર તા.૨૦ ઓગષ્ટ, આગામી તા.૨૫ ઓગષ્ટ ૨૦૨૦ થી ૨૮ ઓગષ્ટ ૨૦૨૦ સુધી એસ.એસ.સી. તથા તા.૨૫ ઓગષ્ટ ૨૦૨૦ થી ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ સુધી એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાઓ યોજાનાર છે.જે પરીક્ષા દરમિયાન ચોરીઓના દુષણના કારણે પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાની સંભાવના છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજન્દ્ર સરવૈયાએ તેમને મળેલ સત્તાની રૂઇએ જામનગર જિલ્લામાં નિયત થયેલ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી / અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને એસ.એસ.સીના કેંદ્રો આસપાસ તા.૨૫ ઓગષ્ટ ૨૦૨૦ થી ૨૮ ઓગષ્ટ ૨૦૨૦ સુધી સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૬:૧૫ કલાક સુધી તથા એચ.એસ.સી. કેંદ્રો આસપાસ તા.૨૫ ઓગષ્ટ ૨૦૨૦ થી ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ સુધી સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૩૦ કલાક સુધી(જાહેર રજા સિવાયના દિવસોમાં) તેઓના કોપીયર મશીનો દ્રારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તથા સદરહું પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
૧.શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય, જામનગર.૨શ્રીમતી જી.એસ. મહેતા કન્યાવિદ્યાલય,જામનગર.૩.શ્રીસત્યસાંઇયુનિટ-૧થી૩,જામનગર.૪.ભવન્સએ.કે.દોશીવિદ્યાલય,જામનગર.૫.બ્રીલીયન્ટહાઇસ્કુલ,જામનગર.૬.એલ.જી.હરીયા(યુનિટ-૧),જામનગર.૭.શ્રી શારદા મંદિર હાઇસ્કુલ,જામનગર.૮.ક્રિષ્ના સાયન્સ સ્કુલ,જામનગર .૯.પી.વી.મોદી સ્કુલ,જામનગર.૧૦ સનસાઇન હાઇસ્કુલ,જામનગર
એચ.એસ.સી.ના પુરક પરીક્ષા કેન્દ્રોની યાદી
ક્ર્મ પરીક્ષા કેન્દ્ર શાળાનું નામ
1.સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ,જામનગર
2.સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ, જામનગર
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024