મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરના વોર્ડ નં ૧૧ અને ૧૨માં અંદાજીત રૂ.૭૩.૧૬ લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત રાજયમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન
News Jamnagar August 22, 2020
કોરોના કાળમાં પણ જામનગરની વિકાસયાત્રા અવિરત
જામનગર તા.૨૨ ઓગષ્ટ,આજરોજ શહેરના વોર્ડ નં.૧૧માં મહાપ્રભુજીની બેઠક પાસે વેલજીભાઇના ઘર પાસે અંદાજિત રૂ. ૦૯.૩૫ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, શેરી નં.૧,વિશાલ વિહારની બાજુમાં અંદાજિત રૂ.૦૭.૯૪ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, વ્રજવલ્લભ સોસાયટીમાં અંદાજિત રૂ. ૧૫.૮૭ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ તથા વોર્ડ નં. ૧૨માં કાલાવડ નાકા બહાર નેશનલ સોસાયટીની આંતરિક ગલીઓમાં અંદાજીત રૂ.૪૦ લાખ ખર્ચે સી.સી.રોડનું કામ ૭૩.૧૬ તેમ કુલ અંદાજીત રૂ.લાખના ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન કરવામાં આવેલ હતા.
આ તકે રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે રાજય સરકાર સતત કાર્યરત છે, દરેકને પૂરતી આંતરમાળખાકીય સુવિધા મળી રહે તે માટે આજે વોર્ડ નં ૧૧ અને ૧૨માં આ વિકાસકાર્યોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે તેમની સાથે મેયર હસમુખભાઇ જેઠવા, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી, મહામંત્રી વિમલભાઇ કગથરા અને પ્રકાશભાઇ બાંભણીયા વોર્ડ નં. ૧૧ના પ્રમુખ વેલજીભાઇ નકુમ, વોર્ડ નં. ૧૨ના પ્રમુખ રવુકભાઇ ગડકાઇ, વોર્ડનં. ૧૧ના કોર્પોરેટરો જશરાજભાઇ પરમાર, ભનજીભાઇ ખાણધર, વોર્ડનં. ૧૨ના કોર્પોરેટરો જેનબબેન ખફી, સારાબેન મકવાણા તથા તે વિસ્તારના અગ્રણીશ્રીઓ નિશાબેન કણજારીયા, હિતુભા પરમાર, હરપાલસિંહ જાડેજા અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને આભારપત્ર આપી કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024