મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા જેલ ખાતે ૩૫૭ કેદીઓના કોરોના ટેસ્ટ કરાયા તમામ કેદીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા
News Jamnagar August 24, 2020
જામનગર
જામનગર તા.૨૪ ઓગષ્ટ, જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇ જામનગર જિલ્લા જેલ ખાતે તા.૧૪/૦૮/૨૦૨૦ થી તા.૨૧/૦૮/૨૦૨૦ સુધી કોરોના રેપીડ એન્ટી-બોડી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં જામનગર જિલ્લા જેલના કાચા કામના ૩૨૩ આરોપી, ૨૭ પાકા કેદી તથા ૦૭ પાસા અટકાયતી એમ કુલ ૩૫૭ કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હતા.જેમાં તમામ કેદીઓના ટેસ્ટ નેગેટીવ આવેલ હતા.
કેમ્પમાં જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના સ્ટાફ, જામનગર જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા, જેલરશ્રી જે.આર.સીસોદીયા, ફિઝીશ્યન ડો.સી.એસ.ડાંગેરા, ડો.જે.એ.જાડેજા,ડો.એમ.આઇ.સમા તથા જેલ સ્ટાફે જરૂરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024