મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભાદરવા માં ભરપૂર મેઘરાજાનું આગમન છેલ્લા 24 કલાક માં શહેર અને જિલ્લાઓ પાણી પાણી
News Jamnagar August 24, 2020
જામનગર
જામનગર જિલ્લા છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ શહેરમાં 85.મીમી .કલાવડમાં 49 મીમી.ધ્રોલમાં125.મીમી.જોડિયામાં 33.મીમી.લાલપુરમાં 42.મીમી.જામજોધપુરમાં 25.મીમી.
ગુજરાતભર માં 22.ને 23 શનિ-રવિ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ શનિવાર અને રવિવારના ગુજરાતમાં અતિભારે વરસાદ પડીશે હવામાન વિભાગે આગાહીના આધારેપૂર્વ મધ્યપ્રદેશ તથા ઉત્તર છત્તીસગઢના આકાશમાં સુવ્યવસ્થિત લો-પ્રેશર સર્જાયું છે અને તે આગામી દિવસોમાં મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ તરફ પઆવી શકે તેવી શક્યતા છે.(આઈ.એમ.ડી.)એ આ કારણસર જ આખા ગુજરાત રાજ્યને આ બે દિવસ ઓરેન્જ એલર્ટ પર રાખ્યું હતું
જામનગર જીલ્લામાં રવિવાર સવાર થીજ જોરદાર વરસાદી માહોલ રચાયો હતો. જે આજે સવારના છ વાગ્યાના પુરા થતા ૨૪ કલાક સુધી અવિરત રહ્યો છે. આ ૨૪ કલાકના ગાળા દરમિયાન મેઘરાજા ક્યાંક દિલ ખોલી ને તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જેમાં જોડીયામાં ૩૩૮ મીમી એટલે કે સાડા તેર ઇંચ વરસાદ વર્ષી ગયો છે. ત્યારે મોડી રાત્રે બે થી સવારે છ વાગ્યા દરમિયાનના ચાર કલાકના ગાળામાં સાડા છ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને કારણે તાલુકા મથકમાં પાણી પાણી થઇ ગયું હતું. અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જયારે ધ્રોલમાં પાંચ ઇંચ (૧૨૫ મીમી ) વરસાદ વરસતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં તેમજ તાલુકામાં અને આમરણ ચોવીસી પંથકમાં જોરદાર વરસાદ પડતા 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ભારે વરસાદના કારણે જોડિયામાં માર્ગો-શેરી-ગલીઓમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં, તેમજ જોડિયા ગામમાં અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતાં અને નજીકના સલામત સ્થળે આશ્રય લેવો પડ્યો હતો. જોડિયાનો આજી-૪ ડેમ છલકાઈ ગયો છે અને તેના સાતથી વધુ દરવાજા ખોલવામાં આવ્યા હતતા.
કોઝવે પર પાણી ભરાતા પુલ થયો ધરાશય જામનગર થી મોરબી જાવાનો માર્ગ બંધ થયો હતો
અહેવાલ.અકબર બક્ષી
વીડિયો.સબીર દલ
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025