મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જીલ્લાના પંચકોશી - બી ડીવીઝન પો.સ્ટે.ના ગુનામાં ખુનની કોશીષ તથા ફાયરીંગના ગુનામાં વોન્ટેડ આરોપીને વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી પાડતી આર આર સેલ .
News Jamnagar August 26, 2020
રાજકોટ
જામનગરની નામચીન જયેશ પટેલ ગુના સાગરીત અને રજાક સોપારીના ભાઇને પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ જામનગર જીલ્લાના પંચકોશી – બી ડીવીઝન પો.સ્ટે.ના ગુનામાં ખુનની કોશીષ તથા ફાયરીંગના ગુનામાં વોન્ટેડ આરોપીને વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી પાડતી રાજકોટ રેન્જની ટીમ રાજકોટ રેન્જના ડી.આઇ.જી .પી.સંદીપ સિંહ સાહેબ દ્વારા રેન્જમાં પેરોલ – ફર્લો વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓ તેમજ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાટે એકશન પ્લાન બનાવી અસરકારક કામગીરી કરવા પો.સ.ઇ. જે.એસ.ડેલા નાઓને સુચના હોઇ જે અન્વયે
જામનગરના બીલ્ડર ગીરીશભાઇ ડેર પાસેથી નામચીન જયેશ પટેલે તેના મળતીયાઓ મારફત એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરેલ જે નહિં આપતા નામચીન જયેશ પટેલે કાવતરું રચી આરોપી હુશૈન દાઉદ ચાવડા જાતે વાઘેર રે જોડીયા ભુંગા તા.બેડી જી.જામનગર વાળો કે જે જામનગરના માથાભારે અને નામચીન રજાક સોપારીનો ભાઇ હોય તેના મળતીયાઓ મારફત લાલપુર ચોકડી ક્રિષ્નાપાર્ક પાસે બિલ્ડર ગીરીશભાઇ ઉપર 3 જુલાઈ ના ફાયરીંગ કરાવી જીવલેણ હુમલો કરાવેલ જે અન્વયે પંચકોશી બી ડીવીઝન પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ હતો સદર ગુનામાં બનાવ બન્યા બાદથી આરોપી પોલીસ ધરપકડથી બચવા ગુજરાત બહાર યુ.પી.રાજસ્થાન બાજુ નાશી ગયેલ હતો અને તે રાજસ્થાનથી ટ્રકમાં બેસી ગુજરાતમાં પરત ફરતો હોવાની મળેલ હકિકત આધારે આરોપી હુશૈન દાઉદ ચાવડા જાતે વાઘેર રે .જોડીયા ભુંગા તા.બેડી જી.જામનગર વાળો વાંકાનેર બાઉન્ડ્રી ખાતે ટ્રકમાંથી ઉતરી જામનગર બાજુ જવાની પેરવીમાં હતો તે દરમ્યાન તેને પકડી પાડી હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ ૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરૂરી કાર્યવાહી પુરી કરી રીપોર્ટ નેગેટીવ આવતા મજકુરની ધોરણસર ધરપકડ કરી ગુનાની તપાસ કરનાર અધિકારી પો.ઇન્સ. એલ.સી.બી. જામનગર નાઓને સોંપી આપેલ છે . આ કામગીરીમાં પો.સ.ઇ. જે.એસ.ડેલા સાથે સ્ટાફના મહવિરસિંહ પરમાર તથા ભગવાનભાઇ ખટાણા , જયદિપભાઇ અનડકટ , કરશનભાઇ કલોતરા ડ્રા સમીરભાઇ મુલીયાણા વિ .નાઓ રોકાયેલ હતા . મજકુર આરોપી ઉપર જામનગર જીલ્લામાં દાખલ થયેલ ગુનાઓઃ- ની માહિતી ( ૧ ) સીટી – એ – ડીવી.ફ.ગુ.ર.નં . ૩૧૫/૦૯ ઇ.પી.કો. ક .૩૮૭ , ૩૬૪ ( ક ) હથીયાર ધારા ( ર ) સીટી – એ – ડીવી.ફ.ગુ.ર.નં . ૧૦૬/૨૦૧૬ ઇ.પી.કો.ક .૧૨૦ – બી , ૪૫૨,૩૯૨ ( ૩ ) સીટી – બી ડીવી ફ.ગુ.ર.નં. ૪૫૧/૦૧ ઇ.પી.કો.ક. ૩૦૩ ( ૪ ) સીટી – બી – ડીવી ફ.ગુ.ર.નં. ૪૦૨/૦૨ ઇ.પી.કો.ક. ૩૦૨,૩૦૭ ( ૫ ) પંચકોશી બી – ડીવી પો.સ્ટે . ગુ.ર.નં -૩૫૦૪ ૨૦૨૦ ઇ.પી.કો ૩૦૭ ૫૦૬-૨,૧૨૦ – બી તથા આર્મ્સ એકટ ૨૫- ( ૧ – બી ) -એ ( ૬ ) સીટી – બી ડીવી સે.ગુ.ર.નં .૧૧૫ / ૦૨ ઇ.પી.કો.ક. પ૦૪,૫૦૬-૨ ( ૩ ) કાલાવડ ટાઉન પો.સ્ટે ગુ.ર.નં -૩ ૨૧૪૨૦૨૦ આર્મ્સ એકટ ૨૫- ( ૧ બી ) -એ , ૨૯ .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025