મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યના ૯૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા : સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ શક્તિના ૭૨.૩૩ ટકા ભરાયો
News Jamnagar August 26, 2020
ગુજરાત
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૫ તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટયું : ૬ તાલુકાઓમાં બે ઈંચ થી ત્રણ ઈંચ જેટલો વરસાદ
રાજ્યમાં સરેરાશ ૧૦૭.૬૧ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૯.૨૮ ટકા
સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો
રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૧ થી ૨ ઈંચ, ૨૮ તાલુકાઓમાં અડધા થી એક ઈંચ, ૯૮ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ નોંધાયો
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૬મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૧ જિલ્લાના ૧૪૫ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણઘટયુ છે ત્યારે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઈંચ થી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં ૭૨ મી.મી. એટલે કે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે લખપતમાં ૬૯ મી.મી., વાવમાં ૬૨ મી.મી., ધાનેરામાં ૫૩ મી.મી., દિયોદર-લાખણીમાં ૫૧ મી.મી. એટલે કે બે થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત અમીરગઢમાં ૪૭ મી.મી., સુઈગામમાં ૪૪ મી.મી., અંજાર-થરાદમાં ૪૨ મી.મી., કાંકરેજમાં ૪૦ મી.મી., વિજયનગરમાં ૩૭ મી.મી., ડીસામાં ૩૪ મી.મી. દાતા-દાંતીવાડા અને વડાલીમાં ૨૯ મી.મી., ગાંધીધામમાં ૨૮ મી.મી. અને પાલનપુર તાલુકામાં ૨૭ મી.મી. એટલે કે એક થી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૨૮૮ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૨૪૦ માર્ગોનો સમાવેશ થાય છે. ૨૮ તાલુકામાં અડધા થી એક ઈંચ જેટલો તેમજ ૯૮ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૬૧ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૯.૨૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૧.૫૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૪.૯૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૬૮ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૫૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે
ફાઈલ તસ્વીર
રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૪૧,૬૨૭ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના ૭૨.૩૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના ૯૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત સરદાર સરોવર સહિત ૭૩ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ૧૬ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૧૪ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૦ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.
આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024