મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તમને કોરોનાના લક્ષણ છે કે નહિ તે જાણવા હવે જામનગરવાસીઓ અર્બન હેલ્થ સેન્ટર પર વિનામૂલ્યે એન્ટીજન ટેસ્ટ કરાવી શકશે
News Jamnagar August 26, 2020
જામનગર
જામનગર તા.૨૬ ઓગષ્ટ,જામનગર શહેરના કોઇ પણ વ્યક્તિ કે જેમને તાવ, શરદી, ઉધરસ,શ્વાસની તકલીફ વગેરે લક્ષણો
જણાતા હોય તેઓ હવેથી વિનામૂલ્યે અર્બન હેલ્થ સેન્ટર પર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધીમાં તેમનો કોરોના માટેનો
એન્ટીજન ટેસ્ટ કરાવી શકશે.
ફાઈલ.તસ્વીર
આ માટે જામનગર શહેરના ૧૨ અર્બન હેલ્થ સેન્ટર જેમાં (૧) બેડી બંદર, બેડી બંદર રોડ, રેલવે ફાટક પાસે (૨)ગોમતીપુર, હાલાર હાઉસની બાજુમાં, ઈન્દિરા માર્ગ (૩) કામદાર, કામદાર કોલોની શેરી નં.૩, રિલાયન્સ પંપ પાછળ (૪) નવાગામ, નવાગામ ઘેડ, ડેન્ટલ હોસ્પિટલ પાછળ (૫) નીલકંઠ નગર, નાનકપુરી સિંધી સ્કૂલ, રણજીતસાગર રોડ (૬) પાણાખાણ,પાણાખાણ મેઇન રોડ, જકાતનાકાની બાજુમાં (૭) પાનવાડા, પટણીવાડ કોમ્યુનિટી હોલ, પાનવાડા ચોક, ખાટકીવાડ (૮) વામ્બે,વુલનમીલ, ૧૫૦૦ આવાસની બાજુમાં (૯) વિશ્રામ વાડી,૫૪ દિગ્વિજય પ્લોટના છેડે, શ્યામજી કૃષ્ણ વર્મા ચોક (૧૦)ઘાંચીવાડ,હાલાઇ ઘાંચી જમાતખાનું,ઘાંચીવાડ (૧૧) બંદર રોડ, બેડી ગ્રામ પંચાયતના મકાનમાં, બેડી (૧૨) ગુલાબનગર, સિન્ડિકેટ સોસાયટી, ગુલાબનગર હેલ્થ સેન્ટરોમાં લોકો એન્ટીજન ટેસ્ટ મફત કરાવી શકે તે માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મહાનગરપાલિકાની યાદી દ્વારા જણાવાયું છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025